________________
આત્મનિંદા દ્વાત્રિશિકા
[ ૩૭ [૧૮] અત્યન્ત નિર્ગુણ છું પ્રભો હું કુર છું હું દુષ્ટ છું હિંસક અને પાપે ભરેલે સર્વ વાતે પૂર્ણ છું, વિણ આપ આલંબન પ્રભો ભવભીમસાગર સંચરું, મુજ ભવભ્રમણની વાત જિન જ આપ વિણ કેને કરું !
મુજ નેત્રરૂપ ચકેરને તું ચન્દ્રરૂપે સાંપડ્યો, તેથી જિનેશ્વર આજ હુ આનન્દ ઉદધિમાં પડ્યો, જે ભાગ્યશાળી હાથમાં ચિન્તામણિ આવી ચડે, કઈ વસ્તુ એવી વિશ્વમાં જે તેહને નવ સાંપડે?
[૧૮૨ હૈિ નાથ ! આ સંસારસાગર ડૂબતા એવા મને, મુક્તિપુરીમાં લઈ જવાને જહાજરૂપ છો તમે. શિવરમણીના શુભ સંગથી અભિરામ એવા હે પ્રભો ! મુજ સર્વ સુખનું મુખ્ય કારણ છે. તમે નિત્યે વિભો
[૧૮૩] જે ભવ્યજીવે આપને ભાવે નમે તેત્રે સ્તવે, ને પુષ્પની માળા લઈને પ્રેમથી કઠે હવે, તે ધન્ય છે કૃત પુણ્ય છે ચિન્તામણિ તેને કરે, વાવ્યા પ્રભો! નિજત્યથી સુરવૃક્ષને એણે ગૃહે
[૧૮૪] હે નાથ ! નેત્રો મીંચીને ચળચિત્તની સ્થિરતા કરી, એકાન્તમાં બેસી કરીને ધ્યાનમુદ્રાને ધરી, મુજસર્વકર્મવિનાશકારણ ચિન્તવું જે જે સમે, તે તે સમે તુજ મૂતિ મનહર માહરે ચિત્તિ રમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org