SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકર પચ્ચીશી (૩) [ ૨૯ [૧૪] કરે કાળજાને કતલ પીડા કામની બિહામણી, એ વિષયમાં બની અંધ હું વિડબના પામ્યા ઘણી, તે પણ પ્રકાશ્ય આજ લાવી લાજ આપતણું કને, જાણો સહુ તેથી કહું કર માફ મારા વાંકને. [૧૪૧] નવકારમંત્ર વિનાશ કીધ અન્ય મંત્ર જાણીને, કુશાસ્ત્રના વાકયો વડે હણું આગમની વાણીને, કુદેવની સંગતથકી કર્મો નકામા આચર્યા, મતિભ્રમ થકી રન ગુમાવી કાચ કટકા મેં ગ્રહ્યા. [૧૪૨] આવેલ દ્રષ્ટિમાર્ગમાં મૂકી મહાવીર ! આપને, મેં મૂઢધીએ હૃદયમાં ધ્યાયા મદનના ચાપને, નેત્રબાણે ને પાધર નાભીને સુંદર કટ, શણગાર સુંદરીએ તણા છટકેલ થઈ જેય અતિ. [૧૪૩] મૃગનયની સમ નારી તણ મુખચંદ્ર નિરખવાવતી, મુજ મન વિષે જે રંગ લાગ્યો અ૮૫ પણ ગાઢ અતિ, તે કૃતરૂપ સમુદ્રમાં ધાયા છતાં જાતે નથી, તેનું કહે કારણ તમે બચું કેમ હું આ પાપથી ? [૧૪] સુંદર નથી આ શરીર કે સમુદાય ગુણતણે નથી, ઉત્તમ વિલાસ કળાતણી દેદીપ્યમાન પ્રભા નથી, પ્રભુતા નથી તે પણ પ્રભુ અભિમાનથી અકકડ ફરું, ચોપાટ ચાર ગતિતણું સંસારમાં છેલ્યા કરું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005165
Book TitleVitrag Stuti Sanchay 1151 Stuti
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy