SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ] વીતરાગ સ્તુતિ સંચય કર્યું ન પૂર્વભવમાં હિતકાર્ય ક્યારે, તેથી અહિં સુખ મળ્યું નહિ લેશ મારે, હે નાથ ! જે ઈહ ભવે નવ પુણ્ય થાયે, માનુષ જન્મ ભવપૂરણ કાજ જાયે. આનંદદાયી નિરખી મુખ ચન્દ્ર સાર, મારું અરે! મન નથી દ્રવતું ઉદાર, જેથી શીલાઘટિત એ મુજ ચિત્ત ભાસે, તેથી કઠોર દિસતું ન કદી વિકાસે. [૭] સંસારમાં બહુ ભમી તુજથી ઉદાર, પામ્ય ત્રિરત્ન અતિ દુલર્ભ તારનાર, નિદ્રા પ્રમાદ કરતાં પ્રભુ હું જ હાર્યો, પિકાર ક્યાં જઈ કરું ભવ મેં વધાર્યો. વૈરાગ્ય રંગ પરવંચન કાજ ધારુ ધર્મોપદેશ જનરંજનમાં વધારૂ, વિદ્યા વિવાદ કરવા માં છે પ્રયાસ હા ! કેટલું જ મમ હાસ્ય કરૂ પ્રકાશ [૯] નિંદા પરાઈ કરતાં મુખડું સદેષ, અન્યાંગના નિરખતાં મુજ નેત્ર દેશ, ચિંતી વિરૂપ પરનુ મન કિલષ્ટ કીધું, મારું થશે જ કિમ ફેગટ પાપ લીધું? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005165
Book TitleVitrag Stuti Sanchay 1151 Stuti
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy