________________
અમિતગતિ કૃત પ્રાર્થના
[ ૧૫ [૭૦] મેળા બધા મુજ સંઘના, નહિ લેકપૂજા કામની, જગખાદ્યની નહિ એક વસ્તુ, કામની મુજ ધ્યાનની, સંસારની સૌ વાસનાને, છોડ વહાલા વેગથી, અધ્યાત્મમાં આનંદ લેવા, યોગ બળ દે હોંશથી.
[૭૧] આ જગતની કે વસ્તુમાં તે સ્વાર્થ છે નહિ મુજ જરી, વળી જગતની પણ વસ્તુઓને, સ્વાર્થ મુજમાં છે નહિ, આ તત્ત્વને સમજી ભલા, તું મેહ પર છેડજે, શુભ મેક્ષનાં ફળ ચાખવા, નિજ આત્મમાં સ્થિર તું થજે.
જે જ્ઞાનમય સહજ આભ, તે સ્વાભાં થકી જેવાય છે, શુભ યોગમાં સાધુ સકળને, આમ અનુભવ થાય છે, નિજ આત્મમાં એકાગ્રતા, સ્થિરતા વળી નિજ આમમાં, સંપૂર્ણ સુખને સાધવા તું, આમથી જે આત્મમાં.
આ આમ મારે એક ને, શાશ્વત નિરંતર રૂપ છે, વિશુદ્ધ નિજ સ્વભાવમાં, રમી રહ્યો છે નિત્ય તે, વિશ્વની સહુ વસ્તુને, નિજ કર્મ ઉદ્દભવ થાય છે, નિજ કર્મથી વળી વસ્તુને, વિનાશ વિનિમય થાય છે.
જે આત્મ જેડે એક્તા, આવી નહીં આ દેહની, તે એકતા શું આવશે, સ્ત્રી પુત્ર મિત્રો સાથની , જે થાય જુદી ચામડી, આ શરીરથી ઉતારતાં, તે રામ સુંદર દેહ પર, પામે પછી શું સ્થિરતા ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org