________________
અમિતગતિ કૃત પ્રાર્થના
[ ૧૩ [૬૦] જેનું વરૂપ સમજાય છે, સજ્ઞાન દર્શન યોગથી, ભંડાર છે આનંદના જે, અચળ છે વિકારથી, પરમામની સંજ્ઞા થકી, ઓળખાય જે શુભ ધ્યાનમાં, તે દેવને પણ દેવ વ્હાલા, સિદ્ધ વસજે હૃદયમાં.
જે કઠિન કષ્ટ કાપતાં, ક્ષણવારમાં સંસારનાં, નિહાળતા જે સૃષ્ટિને જેમ, બેરને નિજ હસ્તમાં, રોગી જનેને ભાસતા, જે સમજતા સૌ વાતમાં, તે દેવના પણ દેવ વ્હાલા, સિદ્ધ વસજો હૃદયમાં
[૨] જન્મ મરણનાં દુઃખને, નહિ જાણતા કદી જે પ્રભુ, જે મેક્ષપથે દાતાર છે, ત્રિલોકને જેતા વિભુ, કલંકહીન દિવ્યરૂપ જે, રહેતું નહિ પણ ચંદ્રમાં, તે દેવના પણ દેવ વ્હાલા, સિદ્ધિ વસજો હૃદયમાં.
આ વિશ્વનાં સૌ પ્રાણી પર શુદ્ધ પ્રેમ નિસ્પૃહ રાખતા, નહિ રાગ કે નહિ કે જેને, અસંગ ભાવે વર્તતા, વિશુદ્ધ ઈદ્રિય શુન્ય જેવા, જ્ઞાનમય છે રૂપમાં, તે દેવને પણ દેવ વહાલા, સિદ્ધ વસજો હૃદયમાં
ત્રિલોકમાં વ્યાપી રહ્યા છે, સિદ્ધ ને વિબુદ્ધ જે, નહિ કર્મ કેરા બંધ જેને, ધૂત સમ ધૂતી શકે, વિકાર સૌ સળગી જતા, મન મસ્ત થાતાં દયાનમાં, તે દેવના પણ દેવ વહાલા સિદ્ધ વસજો હૃદયમાં..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org