SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ સામાન્ય જિન સ્તુતિ [ ૧૭૩ [૮૪૮] તારા ચરણને શરણ રૂપે મૂઢ હું ન ભળી શકો, વાર્યા છતાં પણ વિષમ પંથથી નાથ હું ન વળી શકો, પામ્યા અમૂલા સાધને નહિં સદુપયોગ કરી શકે, નવ ભક્તિના સ્વાદિષ્ટ જલને દીન હું ન ભરી શકે. [૮૪૯] હે નાથ ગ્રહી અમ હાથ, રહીને સાથે માર્ગ બનાવો નવ ભૂલીએ કદી કષ્ટમાં પણ પાઠ એક પઢાવજે. પ્રભુ અસત્ આચરતાં ગણું નિજ બાળ સત્ય સુણાવ અન્યાય પાપ અધર્મ ના ગમે, સ્વરૂપ એ સમજાવજો. [૮૫] આત્મભાવથી હે પ્રભુ ! વંચિત રહ્યો કંઈ કામથી, સદ્દબોધના વચને ધર્યા મેં કાનમાં નહિ પ્રેમથી, સત્સંગના પંથમાં કદી પગલું ભર્યું નહિં ભાવથી, પામીશ કયારે નાથજી ! હું પાર આ ભવસિંધુથી. [૮૫૧] યથાસ્થિત વાદી છે દેવા ત્રણ ભુવનના દીવા, કેવળજ્ઞાની હે વીતરાગી ! કરે દેવતા સેવા, શરણભાવને સાચા હૈયે સાચા ભાવે સ્વીકારું, કરું સમર્પણ તનમન સહુનું મંગલ કરજે મારું. – ૪ – ૪ – ૪ – [૮૫ર પ્રાર્થના-૧ મારી છેલ્લી ઘડીએ પ્રભુજી આવજો રે, વહાલા આજથી દઉ છું તમને નોતરૂ રે, જે જે પ્રભુજી કદિએ ના ભૂલાય મારી૦૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005165
Book TitleVitrag Stuti Sanchay 1151 Stuti
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy