________________
૧૭૨ ]
વીતરાગ સ્તુતિ સંચય સામાન્ય જિન સ્તુતિ
[૮૪૩ અધ્યાત્મ ગુણ ભરેલી, મૂત્તિ તમારી જેતા, પીગળે નહી જે મનમાં, જનમ પિતાને ખેતા, જાણે નહીં તે જીવે ફરી મૂર્તિ કયારે મળશે, દુષમ કાલમાં તે એક મૂર્તિ તારી ફળશે.
જીતવાણી એમ ભાખે વિષમ કાલે જે છે, એક જીન કેરી વાણી બીજી તે મૂર્તિ તે છે, તે મૂર્તિને જોઈને, આનંદ જે ન પાવે, તે જીવનું કલ્યાણ, માંગું હું આજ ભાવે.
પ્રભુ આજ ઉછળે હરખ દિલમાં, બિંબને જોઈ રહ્યો, જોતાં અમીમય આંખ તારી, રૂપમાં મોહી રહ્યો, જે ખાન પાનને ભેગમાં ફેગટ વરસ વીતિ ગયા, તે માફ કરી નાથજી તમે લાવીને દિલમાં દયા.
જીવરાજ આજ સનાથત થઈ આવ્યા તારે આશરે, ધન માલ સ્ત્રી પરિવાર લાગે કાચના કટકા ખરે, આનંદના દેનાર જનજી, આપના દર્શન કરે, સંસારના સુખ તુચ્છ ગણત, નિજાનંદમાં તે ફરે,
ત્રણ જગતમાંહે ચૈત્ય છે જે તાહરા જીનરાજજી, વાંદ્યા વિના તેહને જીનેશ્વર, કેમ સીઝે કાજજી, અશાશ્વતા તિમ શાશ્વતા, જે જગતમાંહે પ્રકાશતા, ત્રિકાલ વંદન તેહને, મુજ મન મયૂર વિકાસતા.
– ૪ –– ૪ - ૪ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org