________________
ગૌતમસ્વામી સ્તુતિ
[ ૧૭૧ શ્રી ગૌતમ સ્વામી સન્મુખ બોલવાની સ્તુતિ
[૮૩૮] પ્રભુ વીરના અગીયારમાંહિ જેહ સૌથી છે વડા, પ્રશ્નો કરંતા વિવિધ ભાતે સાસરણે જે ખડા, વિનયીમાં શિરદાર જે છે માંગુ તે ગૌતમ કને, કૈવલ્ય દાનની લબ્ધિ ગુરૂ ગૌતમ તણી મળજે મને.
[૮૩૯] અષ્ટાપદમાંહે બનાવ્યું જેણે જગચિંતામણી, ચઉનાણે જાણી શંકા ફેડે વરસ્વામિ જીવતણી, છટૂ પારણુ નિત્ય કરતા ગૌતમ વિનવું તને, કૈવલ્ય દાનની લબ્ધિ ગુરૂ ગૌતમ તણી મળજે મને.
[૮૪૦] ભવિક જીવ પ્રતિબંધ પામી ગૌતમ શરણું ધરે, ઘાતી અઘાતી સર્વ વામી સિદ્ધિ સુખ સહેજે વરે, એહવા ગુરૂથી વેગળા તે, નિત ભટકતા ભવ વને, કૈવલ્ય દાનની લબ્ધિ ગુરૂ ગૌતમ તણું મળજે મને.
[૮૪૧] સંથારા પિરિસી વિધિમાં છે, જેનું સ્મરણ કહ્યું, ચારે ગતિમાં ફેરા કરતાં, આજ મેં શરણું લહ્યું, સંસાર પરિમિત થાય તે શરણું જ સાચું તે બને, કૈવલ્ય જ્ઞાનની લબ્ધિ ગુરૂ ગૌતમ તણું મળજો મને.
[૮૪૨] ઈનિદ્રભૂતિ ગૌતમ નિહાળી, આંખડી પાવન થઈ, જન્મ સફલ માહેર ને દૂરગતિ ઘરે ગઈ, ગૌતમ ગણિના ગુણ ગણવા કેન શૂરા જગજને? કૈવલ્ય દાનની લબ્ધિ ગુરૂ ગૌતમ તણું મળજે મને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org