________________
૧૭૦ ]
વીતરાગ સ્તુતિ સંચય [૩૩] નંદીશ્વર દ્વિપની સ્તુતિ નંદીસર વર દહેશ દેખી, નયણા પાવન આજ થયા, દધિમુખ રતિકર અંજન ગિરિએ નજરોમાં સાક્ષાત્ થયા, બાવન દેરી માંહિ બિરાજે જિન પડિમા જે રંગ ભર્યા, ભરતે બેઠા વંદન કરતાં પુણ્ય તણું કુંભ ઢેર કર્યા.
[૮૩૪] સહસ્ત્રકુટની સ્તુતિ શ્રી સિદ્ધાચલ ઉપર સેહે, પાટણમાં મન મેલે રે, સહસ્ત્રકુટને નામે જિનજી, ભવિયણને પડિહે રે, ધન માતા ધન પિતા ગુરૂજી, જિન પડિમાને ભરાવે રે, એક હજાર ને વીશ જિનને, વંદન પાર કરાવે રે.
[૩૫] ગિરનારની સ્તુતિ ત્રણ કલ્યાણક દીક્ષા કેવલ નિર્વાણ જે વિભૂષીત છે, અનંત વીશીએ અનંત કલ્યાણ કે જે ગિરિવર શેભીત છે. ભાવિ વીશી ચોવીશ જિનવર શિવમંદિર તિહાં જાશે રે, એ ગિરિવર ગિરનારને વદ, જિમ મુજ બંધન નાશે રે.
[૩૬] સમેતશીખરજીની સ્તુતિ આદિ વીર નેમ વાસુપૂજ્યજી, ચાર તીર્થકર છડીજી, સમેત શીખર પર વીશ જિનેસર, કર્મના બંધન તેડીજી, સમેત ગિરિવર ફરશન આવે, માનવ હૈડા હેડીજી, ફરી ફરી વંદન કરવા કાજે, મનડું જાયે દેડીજી.
[૩૭] આબુ તીર્થની સ્તુતિ આદિજિન ને નેમિજિનની મૂર્તિ સુંદર જ્યાં વસે, અદ્દભૂત કેરણી ધરણીને આંખ જતાં નવિ ખસે, વીર પાસ શાંતિ ચૌમુખ જિન દેખવા મન ત્યાં ધસે, આબુ અચલ રળિયામણે જતાં ભવિ પંકજ હસે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org