________________
[ ૧૬૭
સમાધિમરણ સ્તુતિ
[૮૧૮] નાણ દસણ ચરણ કેરા, અતિચારે જે કર્યા, વિવિધ વ્રત વિરાધીઓ ને પાપ પંક ઉરે ધર્યા, અતિચાર તે આલેચતા હું, કર કૃપા તું સુખકરે, ગિરનાર વિભૂષણ દેવ વહાલા, નેમિનાથ જિનેશ્વર
[૮૧૯] સમાધિ મરણને પામવા, બીજે પદે જે વ્રત કહ્યા, પંચ મહાવ્રત સારભૂતને, બાર વ્રત છે ગુણ ગ્રહ્યા, અંત સમયે માંગતે પ્રભુ, જીવન મહાવ્રત ધર, ગિરનાર વિભૂષણ દેવ વહાલા, નેમિનાથ જિનેશ્વરે....
[૮૨૦] વિષય કષાય ને વશ બની, વૈરે પરસ્પર જે હુઆ, ખમતે હું તેને મુજ ખમે તે, જીવ છે જે જુજુઆ, જીવ માત્ર ને ખમાવતા હું, પામું પદ જે અક્ષર, ગિરનાર વિભૂષણ દેવ વહાલા, નેમિનાથ જીનેશ્વર...
[૮૨૧] હિંસાદિ આશ્રવ પાંચને કોધાદિ ચાર કષાય છે, રાગાદિ નવ ભેળા કરંતા, પાપસ્થાન અઢાર છે,
સિરાવતે તે અઢારને હું, લહુ પદ શિવકર ગિરનાર વિભૂષણ દેવ વહાલા, નેમિનાથ જીનેશ્વર..
[૮૨૨] મંગલકારી તેમ ઉત્તમ, જગમાંહે જે ભાખીયા, અરિહંત સિદ્ધ સાધુ ધર્મ, ચાર શરણ દાખીયા, સ્વીકારતે હું શરણ ચારે, આધિ વ્યાધિ દુઃખહર, ગિરનાર વિભૂષણ દેવ વહાલા નેમિનાથ જિનેશ્વર..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org