________________
-
-
૧૬૬ ]
વીતરાગ સ્તુતિ સંચય
[૮૧૩ ભક્ષ્યાભક્ષ્ય કૃત્યાકૃત્ય ને ઉચીતાનુચીત વિવેક રે, જાણપણું જે જીવમાં લાવે, સમ્યગૂ જ્ઞાન જ એક રે, સપ્તમ પદ એકાવન ભેદ, ગ્રંથ તણે મેઝાર રે, એહવા શ્રી સિદ્ધચકજીને, વંદુ વાર હજાર જે.
[૮૧૪] અષ્ટમ પદ જ ચરણ કહ્યું તે, સાગર માંહે નાવ રે, નિજ ગુણ સ્થિરતા તિમતિમ આવે, જિમ જિમ હૈયે ભાવ રે, ક્ષાયિક ચારિત્ર એક જ ભવમાં, પહોંચાડે ભવપાર રે, એહવા શ્રી સિદ્ધચકજી ને, વંદુ વાર હજાર રે.
[૮૧૫] બાહ્ય અભ્યતર ભેદે તપદ, શલ્ય રહિત જે થાય રે, રૂ૫ લીલા સુખ સાહ્યબી પામે, તીર્થંકર પદ થાય રે, ઘાતી અઘાતી દુર કરાવી મુક્ત બનાવણહાર રે, એહવા શ્રી સિદ્ધચકજી ને વંદુ વાર હજાર રે.
[૮૧૬] અરિહંત સિદ્ધ આચાર જ વાચક પંચમ સાધુ પ્રકાશ રે, દરશણું નાણું ચરણ તપ નવ પદ પૂરતાં ભવિની આશ રે, નવ પદ આરાધન થી થાયે જગમાં જય જયકાર રે, એહવા શ્રી સિદ્ધચકજી ને વંદુ વાર હજાર રે. -: સમાધિમરણના ૧૦ અધિકારની સ્તુતિઓ :
[૧૭] ગતિ ચારમાં રખડી રહ્યો છું, આજ પાયે તુજને, જતાં અમીમય આંખ તારી, ભાવ ઉછળે મુજને, તુજ પાદ પવ પસાય યાચુ, નાથ સમાધિ વરે, ગિરનાર વિભૂષણ દેવ વહાલા, નેમિનાથ જિનેશ્વર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org