________________
સિદ્ધચકનો સ્તુતિ
[ ૧૬૫ [૮૦૮] અનંત દર્શન જ્ઞાન ચરણને, ચોથું વીર્ય અનંત રે, અગુરુલઘુ સુખમયની સાથે અવ્યાબાધ મહંત રે, બીજે પદે સિદ્ધ ને ધ્યાવે, રંગ રાતે સુખકાર રે, એહવા શ્રી સિદ્ધચકજી ને વંદુ વાર હજાર રે.
[૮૦૯] સૂર્ય સમા તીર્થકર જાતા, ચંદા સમ જે સેવે રે, શુદ્ધ પ્રરૂપતા ગુણ કારણ, જગના જીવો મોહે રે, ત્રીજે પદે આચારજજી, ગુણ છત્રીશ ઉઢાર રે, એહવા શ્રી સિદ્ધચક્રજી ને, વંદુ વાર હજાર રે.
[૮૧૦] ભણે ભણાવે સિદ્ધાંતને, ઉપાધ્યાય ગુણવાન રે, બ વિના ચંદન રસ સમ વયણે, જીનવાણ દીયે દાન રે, સૂત્ર દાન થકી જીનશાસન, આગમ રાખણહાર રે, એહવા શ્રી સિદ્ધચકજી ને વંદુ વાર હજાર રે.
[૧૧] નવવિધ બ્રા ગુપ્તિ પાલી આરાધન કરે જેડુ રે, સૂર વાચક ગણિની સેવા, અપ્રમત્ત કરે તે રે, મેક્ષ માર્ગને સાધે સધાવે, તેવી જ રાહ વિહાર રે, એહવા શ્રી સિદ્ધચકજી ને વંદુ વાર હજાર રે.
[૮૧૨] દર્શન પર છઠ્ઠા વિણ દેખે, જીવ કને જે લાખ રે, જ્ઞાન ચારિત્ર મૂડી દેખાયે, ક્ષણમાં હોવે ખાખ રે, એક વાર જીવ પ્રાપ્ત કરે તેને થાયે બેડો પાર રે, એહવા શ્રી સિદ્ધચક્રજી ને, વંદુ વાર હજાર રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org