________________
૧૬૨ ]
વીતરાગ સ્તુતિ સંચય
[@] બ્રહ્મચારીમાં શિરદાર અનવર નેમ મૂર્તિ તારનાર, કળિયુગમાં એ કલ્પવેલી વિષય વાસના વારનાર, દર્શન લઘુ જે તાહરૂ તે, પુણ્ય કેરા પ્રાગભાર, તારા શરણ વિણ આ જગે બીજે નહિ ઉગારનાર,
નેમિ પ્રભુ હું અવાર ન યાચું, તારું દર્શન નિત મળજે, કુદેવની સવિ વાસના સંગત, મિશ્યામતિ મારી બળજે, શાસન તારું પામી પ્રભુજી, ભવભ્રમણ મારૂં ટળજે, અરિહંત દેવ સુસાધુ ગુરૂ, વીતરાગ કથિત ધરમ મળજે.
[૫] સમુદ્રવિજય શિવાદેવી નંદન, શ્યામ વરણ પડિમા દીઠી, નહી જપમાલા નહી હથિયારો, સ્ત્રી વિના લાગે મીઠી, નયણે પાવન કરતી પ્રતિમા, જે ભવિયણ ભાવે ભજતાં, એક ભવિક થાવા ગતિ કરતા, દૂર ભવિયણ દૂરે તજતા,
ષડરસ ભેજન મેં કર્યા, તોય ના હટે જે દીનતા, ગુણગ્રામ કરતા તાહરા, આશ્ચર્ય રસના લીનતા, વાજીંત્ર નાદ સુણ્યા ઘણું, તોયે ચિત્ત શાંતિ નવ જરી. નેમિ પ્રભુ તુજવાણી સુણતા, કર્ણયુગ શાંતિ ખરી.
[૭૯૭] એકાદશી એક દિન દેખાડી કૃષ્ણ બાંધવ કારણે, ને નિમિત્ત બનતું ભવ્ય જનની દરગતિના વારણે, નેમિ પ્રભુ દિન રાત ધ્યાવું, કર્મ કુટિલ વિદારણે, ભટકી રહ્યો ગતિ ચારમાં, બેલે પ્રભુ ક્યા કારણે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org