________________
ખામણ રૂપ સ્તુતિ
[ ૧૪૫ [૭૦૮]. શીલરતન પેટી ગુણ ગરિમા જે જગે છે સાહણી, અજવાળતી વીતરાગ શાસન જે વીચરતી સાહણ, અભિમાનમાં અક્કડ બની જે મેં વિરાધી સાહણી, તું માફ કરજે કૃપાસિંધુ ભક્તિ કરું તમ સાહણી.
દાનાદિક ગુણથી ભર્યા જે સાત ક્ષેત્ર સંભારતા, દીન દુખી જન ઉદ્ધાર કરતા, નિજ કુટુંબ સંભારતા, મદ આઠ વશથી તુરછ ગણતો શ્રાવકે ને હું અરે, તું માફ કર જે દયાસાગર, મુક્તિ સુખ પામું ખરે.
[૭૧] વિધ વિધ તપસ્યાને કરે, વળી સાધુજન પડિલાભતી, જિનપૂજના ગુરૂવાણુને. આવશ્યકે મન ધારતી, શીલવાન ને ગુણવાન એવી શ્રાવિકા ઘૂ કરી, હે દયાનિધિ માફ કરજે, વિનતિ કરતે ખરી.
૭૧૧] રત્નોતણી જે ખાણ છે એવા ચતુર્વિધ સંઘની, જે ભવિક જન આધાર છે એવા ચતુર્વિધ સંઘની, તે તુચ્છ ગણતાં કર્મ બાંધી હું ફર્યો સંસારમાં, તું માફ કર હે જગધણી જિમ ભટકું નહિ સંસારમાં.
ભવનપતિ વ્યંતર તિષી, વૈમાનિક ચેથા કહ્યાં, ચારે ગતિમાં ફેરા ફરતાં, ચારે દેવના ભવ લહ્યા, મન વચન કાયાએ ફરી જે દેવ મે દુખી કર્યા, એવી ક્ષમા માગું પ્રભુ જેહથી જ ભવજલ તર્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org