________________
૧૪૪]
વીતરાગ સ્તુતિ સંચય
[૭૦૩] ભવમાં ભટકતા ભાન ભૂલી અરિહંત નવિ જાણિયા, કુદેવ નાદે નાથજી મેં આપ મતને તાણિયા, અવહેલના આ શાતના મેં જે કરી થઈ મૂઢ મતિ, નિરાજ કરજે માફ મુજને, શી થશે મારી ગતિ?
[૭૦૪] જિમ નદી સરવર ઉતરે, હરિફાઈ સામે સાગરે, તિમ સિદ્ધ સિદ્ધગતિ લેવી, ઉંઘ વેચી ઉજાગરે, અજ્ઞાનથી મેં હાંસી કરી છે, સિદ્ધની અતિ હશથી, તે માફ કરજો નાથજી, રખડી રહ્યો નિજ દોષથી.
[૭૦૫] અરિહંત મુક્તિ પામતા, આચાર્ય શાસન વરતતું, આચાર્ય નિંદાદિક કર્યા તે પાપ હું કરતે છતુ, મતિ ભ્રમ થકી મેં જે કરી, આચાર્યની વિરાધના, તે માફ કરજે જગપતિ જિમ થાય મુજ આરાધના..
અતિ કષ્ટ વેઠિ સાધુ ગણને જેહ નિત્ય ભણાવતા, દેઈ દાન સૂત્રાદિક તણા જે મુક્તિ માર્ગ સુણાવતા, ઉપકારી શ્રી વિઝાયની જે મેં કરી અપભ્રાજના, અરિહંત કરજે માફ જિમ સુખ પામું હું શિવરાજના.
[૭૦૭) મુક્તિ માર્ગને સાધતા, વાચક સૂરિ ગણિવર તણી, જે ભક્તિ કરતા મુનિવરો તેની વર્ણન કરું શી ઘણી, નિદા ટીકા વર્તન કર્યા છે જે સવિ સાધુ પ્રતિ, વીતરાગ મુજને માફ કરજે જિમ બનું પ્રવર યતિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org