________________
સિદ્ધાચલજી સ્તુતિ
[ ૧૩૯ [૪] શ્રી પુંડરીક સ્વામી સન્મુખ બોલવાની સ્તુતિ
[૬૨] ભાલ્લાસ ભરીને મુજ મનમાં આવી ઉભે તુજ કને, ઉછળે ભાવતરંગ રંગ હૃદયે, મૂતિ વસી મુજ મને, પામ્યા ભાવિક ભક્ત ભાવ ધરીને, વિમુક્તિ જે નામથી, એવા શ્રી પુંડરીક સ્વામી, ચરણે, વંદુ સદા ભાવથી....૧
[૬૮૩] પુંડરીક તારું દર્શન કરતાં, હૈયું મારું અતિ હરખાય, પુંડરીક તારું મુખડું જોતાં આનંદ હૈયે અતિ ઉભરાય, પુંડરીક તારું નામ જપતા, પાપકર્મ સવિ દૂર પલાય, પુંડરીક તારે ચરણે વંદુ, શાત્રવત સુખને જેમ વરાય. ૨.
[૬૮૪] દર્શન પ્રભુ કરવા ભણ, તુજ પાસે આવીને રહ્યો, પુંડરીક એહવા નામથી, શાસ્ત્રો તણે પાને કહ્યો પુંડરીક વત્ પુંડરીક બન્યા કેડિ પાંચને સાથે લહ્યા પુંડરીક નમું પુંડરીક જપું એ ઓરતા મનમાં રહ્યા....૩
[૬૮૫] ચૌદશે બાવન ગણપતિમાંહે, આદિ ઉપકારી છે જેહ, દઘડી માંહે આગમ રચના સૂત્રબદ્ધ કરનારા જેહ, ગિરૂએ ગિરિવર શ્રી સિદ્ધાચલ, પાવન કરત નામે જેહ, પંચ કોડ સાથે લઈ સિધ્યા, વંદુ ગણધર પુંડરીક તેહ
ઈણ અવસર્પિણી ભરતક્ષેત્રમાં દેશના ઝીલતે જે ગુણવંત, પ્રભુ ચરણે નિજ શીષ ઝુકાવી, ચઉનાણી થયા જે ભગવંત, પંચ કેડિ મુનિ જેહના સંગે, સુખીયાભાગે સાદિ અનંત, એવા પુંડરીક સ્વામી વંદુ, સકલ કરમને આણે અંત..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org