________________
સામાન્ય જિન સ્તુતિ
[ ૧૩૩ ૬િપ૩] મારા તિમિર અજ્ઞાનને હણનાર દીપક તું જ છે, ને બની તારક ધુવ તણે પથ ચિધનારે તું જ છે, ભવ સાયરે મુજ નાવડી સંભાળનારે તુ જ છે, કર કપાવી ક્ષણ મહિં મને તારનારો તું જ છે.
[૬૫૪] સદ્દભાવનાનું અર્થ મારૂ પ્રભુજી તું સ્વીકારજે, ભાવિ પંથ નિર્મળ કરીને મુક્તિ માર્ગ બતાવજે, જે જે અનીતિને અનાચારો કર્યા મેં જીવનમાં, તે તે કુમાર્ગે દૂર કરવા આપજે સદ્દભાવના.
જગદીશ હે વીતરાગ તારક માંગુ હું નતમસ્તકે, વરક્ષ એ મુજ સાધ્ય હેજે રત્નત્રય મુજ મસ્તકે, સળગી રહ્યો છું વિષયને સંસારવધી કષાયથી, એને સદા તું ઠારજે હું આવી એ આશથી.
[૬૫૬] તારા કહેલા તત્ત્વ વિણ મુક્તિ નથી એમ જાણું છું, વિવેક વિણ સંસારમાં રઝળી રહ્યો અજ્ઞાની છું, અજ્ઞાનથી હું અંધ છું મુજ માં વિનય શક્તિ નથી, હું મુઠ છું અનાથ છું અભિમાની છું અવિવેકથી.
જે રેલાય ઉજાશ જ્ઞાનદીપને અંધારથી શું ડરૂં, જે આતમ રંગાય નહિ કે” રંગે સંસારથી શે ડરું? જે પામું તુજ વેણ અમૃતસમા જગવિષથી શે ડરું ? જે સુકાન ધરે તું તારા કરમાં, ભવસાગરે શું કરું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org