________________
સામાન્ય જિન સ્તુતિ
[ ૧૨૭
અષ્ટકમ નિવારવા નવ અંગી પૂજાને રચું, ભાવના ભાવી કરી તુમ ચરણમાં અંજલી રચું, તુમ દર્શને તૃતિ ન થાયે દૂર પળભર નવિ ખરું, સંસારમાંથી મુક્ત થઈ હુ મુકિત પુરીમાં જઈ વસું.
[૨૪] વીતરાગ તુજને વંદના નહી વેદ નહી કઈ વેદના, દ" નહિ કંદર્પ નહિ કઈ જીવની ન દર્થના, આ છે મારુ આ છે તારૂં એ ભાવ નહિ જરી ભેદના, તુજ ચરણ કમળમાં હાથ જોડી ભાવથી કરૂ વંદના,
[૬૨૫ આત્મ શલ્ય નવિ ખૂચે પણ દેહ શલ્ય બહુ ખૂચે, દિન દિન દુર્ગતિમાં જતાં હું શી રીતે આવું ઉંચે, વિશ્વાસ તારામાં મુકી મુજ આતમા તુજને પૂછે, મળજે ભભવ તું પ્રભુ બસ તાહરો ધર્મ જ રૂ.
[૬૨૬] પાપને બંધ મેં કીધે કીધે અનુબંધ આકરો, ઉદયમાં આવ્યા જ્યારે હું થયે તવ રાંકડે, તારનારે તું પ્રભુ ત્રિક માહે છે વડો, એવું જાણું દાસ આ તુજ દ્રાર આવીને ખડો.
[૬૨૭] આરાધનાને ભાવ મુજ મનમાં પ્રભુ પ્રગટે સદા, વિરાધનાના માર્ગમાં ડગ માંડુ નહિ પ્રભુ હું કદા, નમન કરી નિર્ણય કરૂ હવે જીદગીને સુધારવી, કૃપા કિરણ તુજ ઝીલતે હું નાશ કરું અંતર અહિં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org