________________
વીતરાગ સ્તુતિ સંચય
[૩૫] જે બીજ ભૂત ગણાય છે. ત્રણ પદ ચતુર્દશપૂર્વના ઉપનેઈ વા વિગમેઈ વા ધુવેઈ વા મહાતત્વના, એ દાન સુશ્રુતજ્ઞાનનું દેનાર ત્રણ જગનાથ જે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું.
એ ચૌદપૂના રચે છે સૂત્રસુંદર સાથે જે, તે શિષ્યગણને સ્થાપતા ગણધર પદે જગનાથ જે, ખેલે ખજાનો ગુઢ માનવ જાતના હિત કારણે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું.
[૩૭] જે ધર્મતીર્થકર ચતુર્વિધ સંઘ સંસ્થાપન કરે, મહાતીર્થ સમ એ સંઘને સુર અસુર સહ વંદન કરે, ને સર્વ ભૂત, પ્રાણી, સત્વ શું કરૂણ ધરે, એવા પ્રભુ અરિહંતને પંચાગ ભાવે હું નમું.
[૩૮] જેને નમે છે ઈન્દ્ર વાસુદેવ ને બલભદ્ર સહુ, જેના ચરણને ચકવતી પૂજતાં ભાવે બહુ, જેણે અનુત્તર વિમાનવાસી દેવના સંશય હણ્યા, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું.
[૩૯] જે છે પ્રકાશક સૌ પદાર્થો જડ તથા ચૈતન્યના, વર શુક્લ લેશ્યા તેરમે ગુણસ્થાનકે પરમાતમા, જે અતિ આયુષ્ય કર્મને કરતા પરમ ઉપકારથી, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org