________________
અરિહંત વંદનાવલી
[૪૦] લેકાગ્ર ભાગે પહોંચવાને યોગ્ય ક્ષેત્રી જે બને, ને સિદ્ધના સુખ અર્પતી અંતિમ તપસ્યા જે કરે, જે ચૌદમાં ગુણસ્થાનકે સ્થિર પ્રાપ્ત શેલેશીકરણ, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું.
[૪૧] હષે ભરેલા દેવનિર્મિત અંતિમ સમવસરણે, જે ભતા અરિહંત પરમાત્મા જગતઘર આંગણે, જે નામના સંસ્મરણથી વિખરાય વાદળ દુઃખના, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું.
જે કર્મને સંગ વળગેલ અનાદિ કાળથી, તેથી થયા જે મુક્ત પૂરણ સર્વથા સદ્દભાવથી, રમમાણ જે નિજરૂપમાં સર્વજગનું હિત કરે. એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું.
[૪૩] જે નાથ દારિક વળી તજસ તથા કર્મણ તન, એ સર્વને છેડી અહિં પામ્યા પરમપદ શાશ્વતું, જે રાગ દ્વેષ જળ ભર્યા સંસાર સાગરને તર્યા, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું.
[૪૪] શૈલેશી કરણે ભાગ ત્રીજે શરીરના ઓછા કરી, પ્રદેશ જવના ઘન કરી વળી પૂર્વ ધ્યાન પ્રગથી, ધનુષ્યથી છૂટેલ બાણ તણી પરે શિવગતિલહી, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org