________________
અરિહંત વંદનાવલી
[૩૦] જે રજત સેનાને અનુપમ રનના ત્રણ ગઢ મહીં, સુવર્ણનાં નવ પદ્મમાં પદ કમલને સ્થાપન કરી, ચારે દિશા મુખ ચાર ચાર સિહાસને જે શુભતાં, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું.
[૩૧] જયાં છત્ર પંદર ઉજજવલાં શોભી રહ્યાં શિર ઉપરે, ને દેવ દેવી રત્ન ચામર વીંઝતા કરદ્રય વડે, દ્વાદશ ગુણ વર દેવવૃક્ષ અશોકથીય પૂજાય છે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું.
[૩૨] મહા સૂર્ય સમ તેજસ્વી શોભે ધર્મચક સમીપમાં ભામંડળે પ્રભુપીઠથી આભા પ્રસારી દિગંતમાં, ચોમેર જાનું પ્રમાણ પુષ્પો અર્થ જિનને અપતા, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું.
જ્યાં દેવદુભિ ષ ગજવે ઘોષણા ત્રણ લોકમાં, ત્રિભુવન તણા સ્વામી તણી એ સુણે શુભ દેશના, પ્રતિબોધ કરતા દેવ-માનવને વળી તિર્યંચને, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું.
[૩૪] જ્યાં ભવ્ય જીના અવિકસિત ખીલતાં પ્રજ્ઞાકમલ, ભગવંત વાણી દિવ્ય સ્પશે દૂર થતા મિથ્યા વમળ, ને દેવ દાનવ ભવ્ય માનવ ઝંખતા જેનું શરણ, એવા પ્રભુ અહિંતને પંચાંગ ભાવે હું નમું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org