________________
સામાન્ય જિન સ્તુતિ
[ ૧૨૩
કયારે પ્રભુ પામીશ હું સમ્યફ દરશન ઉજજવલું, ને કર્મના મર્મોને ભેદી સ્થાન પામીશ નિર્મલ, નિર્મળ દરિશન પામવા દેજે મને શક્તિ વિભુ, ભવ ભ્રમણને ભાંગી રમું મુક્તિ મહીં હું તે પ્રભુ.
કલ્યાણના મંદિર અને ઉદાર વાંછિત પૂરવા, કરે અભય ભય પામેલને સમરથ દૂષિત સૌ ચુરવા, સંસાર રૂપ સમુદ્ર માંહે જહાજ બુડતા પ્રાણીના, તે જિનવરોના ચરણ કમળ વિષે કરું હું વંદના.
[૬૦૫ હે નાથ ચરણ કમળ તમારા ભક્તિ કરી સેવતા, પરંપરાના સંચયે ફળ હોય, કિંચિત આપતા, હે શરણ કરવા એગ્ય એક જ શરણ છે મુજ આપનું, તે માંગુ આ લેકે ભવભવ આપનું સ્વામીપણું
હૈ જિન સુરેન્દ્રો વંદનિક સહુ વસ્તુસાર પિછાનતા, ભવસિંધુ તારણહાર હે પ્રભુ નાથ હે ત્રણ જગતના, ભયભીત સંકટ સાયરે હમણું સીદાતા મુજને, રક્ષણ કરે છે દેવ કરુણ દ્રહ પવિત્ર કરો મને.
[૬૭] વીતરાગ દેવ તમે જ સાચા દેવ જગમાં વિભુ, ત્રિકાળ સેવા તાહરી મુજને સદા મળજે પ્રભુ, ભવ વિરહ દુખને કર્મ ક્ષય બધિ સમાધિ આપજે, તવ દશ સેવા ભક્તિથી થી જ ભુજ કર્મબંધ ન કાપજે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org