________________
સામાન્ય જિન સ્તુતિ
[ ૧૨૧ [૫૯૩] સેવું તારા સદા હું ચરણ કમલને વિશ્વને તારનારા, એવું તારા સદા હું અમલ વચનને શાંતિને ચાહનારા, એવું તારા સદા હું શુભ ગુણ ગણને આત્મને પિષનારા, એવું તારા સદા હું સુકર ધરમને પાપને શેષિનાશ.
નેત્રો ને હર્ષકારી ભવજલધિ હરી દુઃખ વલ્લી વિદારી, હત્કર્ષ પ્રભાવી શિવતરુવરની મંજરી ચિત્તહારી, શ્રેષ્ઠ શ્રી ધર્મરૂપી નરવર નગરી રાગને ઠેષ વારી, લેકોને શ્રેષ્ઠ એવી જીનવર પડિમા થાય કલ્યાણકારી.
[૫૫] ભલે પાઉં ના હું સુરનગરના દિવ્ય સુખને, ભલે આવે તોયે સહન કર્યું નર્ક દુઃખને, ભલે તૂટે નહિં ભ્રમણ ભવનું તેય દુઃખના, મળે સેવા તારી ભવ ભવ વિભો એ જ શમણા.
પ્રભુ ધિ દાવાનળ મહીં બળ મને અટકાવજે, હે નાથ મારા માન રૂપી નાગને તમે નાથ, વીતરાગ તમને વિનવું માયા થકી ઉદ્ધારજો, વિભુ લેભના સાગર થકી નૈયા કિનારે લાવજે.
કરતે પ્રભુ વંદન તમને ભાવથી સ્વીકારજે, ભભવ તણું જે કર્મ બંધન નાથ મારા કાપજો, બનું ભક્તિમાં મશગૂલ એવી શક્તિ મુજને આપજે, વીતરાગ તવ ચરણે તણું સેવન થકી મુજ તારજે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org