________________
-
-
-
-
૧૧૬ ]
વીતરાગ સ્તુતિ સંચય
[૬૮] મન હરણ કરનારી પ્રભુ જે મૂર્તિ દેખે તાહરી, સંસાર તાપ મીટાવનારી મૂતિ વંદે તાહરી, ચારિત્ર લક્ષમી આપનારી મૂર્તિ પૂજે તાહરી, ત્રણ જગતમાં છે ધન્ય તેહને વંદના પ્રભુ માહરી.
હે નાથ નેત્રો મીંચીને ચળ ચિત્તની સ્થિરતા કરી. એકાંતમાં બેસી કરીને ધ્યાન મુદ્રાને ધરી, તુજ સર્વ કર્મ વિનાશ કારણ ચિંતવું જે જે સમે, તે તે સમે તુજ મૂર્તિ મનહર માહરે ચિત્તે રમે,
[પ૭૦] તુજ મૂર્તિ દર્શનને ચહું, રેગી દવાને જિમ ચહે, તુજમાં રહો મન મારૂં, મુજ આતમાં એહિ ચહે, થાકી ગયે છું બોલતા, જડબુદ્ધિ બોલું કેટલું ? કરૂણું કરીને તારજો, જીનરાજ માંગુ એટલું.
[૫૭૧ બહિરાભ ભાવે હે પ્રભુ થયું ભ્રમણ ભ્રાંતિમાં ઘણું, ઈન્દ્રિય ખાડીમાં ખૂ જળ ડહોળું જ્યાં વિષ તણું, કાદવ કષાય ગળા સુધી કંટાળતાં પણ ના ટળે. આપના ચરણે વસીને માંગુ મુક્તિ મુજ મળે.
શાસન તમારુ પામી સેવા પ્રભુ તવ ના કરી, દર્શન તમારું પામી નવિ આત્મદર્શ થયું જરી, સદ્દગુરુના સંગમાં પણ બોધ હૈયે નવિ વચ્ચે, ધમ તમારે પામીયે પણ પાપથી દૂર નવિ બ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org