________________
સામાન્ય જિન સ્તુતિ
[ ૧૧૧ [૫૪૩] તાશ શરણને દેવ હે હું એક મારું ધન ગણું, વળી ભક્તિમાં જે દિન જાતા તેહ જીવન હું ગણું, આજ્ઞા જીવનમાં પાળતા કાયા સફળ મારી ગણું, દર્શન થકી સ્થિરતા મળે તે મન સફળ મારું ગણું.
[૫૪૪] નથી કેઈ કયારે જગતભરમાં અન્ય શરણું, ખરે મારે સારું તવ શરણ છે એક જ વર, પ્રત્યે તેથી લાવી હૃદય કરુણું ભાવ મુજને, કહું રક્ષે રક્ષે ભવજલધિથી આજ મુજને.
[૫૪૫] સ્વામી તમારી સેવનાથી હું બહું સુખી થયે, ઈદ્ર સુર કે ચકી સૌખ્ય તેહથી ઝાંખે કહ્યો, અનંત ભ્રમણને અંત ભગવંત આજ તુજ થકી લહ્યો, અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળ મુજ બાકી રહ્યો.
[૫૪૬] ભમું લેવા જ્યાં ત્યાં મૃગજળ સમા વિશ્વ સુખને, ભરું બાથ ખાલી અણુ સમજથી માત્ર ઘુમને, નથી દુઃખી તેથી મુજ સમ વિભે વિશ્વ ભરમાં, દયા લાવી તારે ભવજલ થકી અલ્પ પળમાં.
[૫૪૭ કરૂણ નિધાન પ્રભુજી માહરી ઉપરે કરણા કરે, નિરાગી છે પ્રભુજી તમે આ રાગીને પણ ચિત્ત ધરે, તાહરી કૃપા થકી મુજ ભવ તણા ફેરા ટળે, ભાવુ એવા ભાવના તુમ સેવના મુજ નિત મળે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org