________________
સામાન્ય જિન સ્તુતિ
[ ૧૦૯ [૩૩] છું નહીં સામ્રાજ્ય કે સુરસૌખ્ય કે ચકીપણુ, ને કીતિ નિર્મળ દુખ કારણે નાથ સુખ સંસારનું, ઈચ્છું સદા તુજ પદ કમલની સેવના મળજે મને, સ્વામી મને નિજ દાસ ગણો શું કહું બહું આપને
[૩૪] શ્રેણી ક્ષીણ કષાયની રહી અને ઘાતી હણીશું કદી, પામી કેવળ જ્ઞાન કેણ સમયે દેશું કદી દેશના, ધારી યુગ નિરોધ કેણ સમયે જાશું અહો મેક્ષમાં, એવી નિર્મળ ભાવના પ્રણયથી ભાવું સદા ચિત્તમાં.
[૩૫]. હે દેવ તારક! વિશ્વનાયક સખ્ય દાયક જિનપતિ, વંદન કરું ચરણે તમારા એક સુણજે વિનતિ, નવિ મા સુરપણું ચક્રવતી રાજ્ય કે સુત વિતને, પણ માગું તુજ પદ પદ્મ સેવા સર્વદા મળજે મને.
[૩૬] પ્રભુ પ્રાર્થના એવી કરું હું પ્રમાદ ક્યારે નહિ કરું, પ્રતિ કૂળતા આવે ભલે પણ પ્રસન્નતા રાખી ફરું, ભક્તિભાવથી તાહરી ભગવાન હું સ્તવના કરું, સરલતા સમતાના શિખરે ચડી ભવ સાગર તરૂં.
[૩૭] જ મેહ મહારિપુ પલકમાં, જેણે ક્ષમા આદરી, ઘાતી કર્મ વિનાશ ખાસ કરવા, જેણે તપસ્યા કરી, પામી કેવળ જ્ઞાન ધ્યાન બળથી, સિદ્ધિ ગતિને વરી, વંદુ તે પ્રભુને સદા હૃદયથી બે હાથ જોડી કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org