________________
૧૦૮ ]
વીતરાગ સ્તુતિ સંચય
[પર૮] દુઃખ ગમે ને મુજને જરીયે પાપ અધિકા કરતે, સુખ ગમે મુજને નિરંતર ધર્મ ધ્યાન ના ધરતે; અહે પ્રભુજી હું કે અવળે મુજ હિતને કેમ કરશે, અપાત્ર હું અધમાધમ ભારી કૃપા હૃદયમાં ઘરશો.
[પર૯] ચિંતા ચિત્ત તણી મમત્વ મનમાં ક્યારે સમુલ્લાજશે આ મારું નથી એમ મુઝ મનમાં હે ઈશ ક્યારે થશે, તારા ચરણ વિશે નિઃશંક લગની કયારે મને લાગશે, કોડા બાળકની સમાન ભવ આ કયારે બધે ભાસશે.
[૫૩૦] શું કર્મ કેરે દોષ આ અથવા શું મારો દેષ છે, શું ભવ્યતા નથી માહરી હત કાળને શું દોષ છે, અથવા શું મારી ભક્તિ નિશ્ચલ આત્મમાં પ્રગટી નથી, જેથી પરમપદ માંગતા પણ દાસને દેતા નથી.
[૫૩૧]. બહુકાળ ભવ અટવી વિષે ભમતા અહીં આવી ચડે, નરભવ મળે ને નાથ તું પણ પુણ્ય ગે સાપડ, ભાગ્ય મળ્યું એકાન્ત હિતકર સ્વામી શાસન તાહરુ, હે નાથ દૂરે ના થજે હું પ્રાર્થના એક જ કરૂ.
[૩૨] કર જોડીને વિનંતી કરું સ્વીકારો આ માહરી, સવે સુરેન્દ્રો સેવન કરતા અહર્નિશ તાહરી, હું પણ તમારા પદકમલ મકરન્દમાં મધુકર બની, કયારે પ્રત્યે ભૂલીશ ભ્રમણ સર્વથા ભવવન તણી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org