________________
૧૦૬ ]
વીતરાગ સ્તુતિ સંચય
[૧૧૮] કરુણાસિંધુ ત્રિભુવનનાયક, તું મુજ ચિત્તમાં નિત્ય રમે, ચાકરી ચાહું અહનિશ તારી ભવથી મન મા વિરમે. વીતરાગ જગતગુરુ જિનવર તુજ ચરણે સુરનર પ્રણમે, સમ્યગૂ દર્શન અમને આપે વિશ્વના તારણહાર તમે
[૧૯] શક્તિ મળે તે મુજને મળજે જિન શાસન સેવા સારું, ભક્તિ મળે તે મુજને મળજે જિન શાસન લાગે પ્યારું, મુક્તિ મળે તે મુજને મળજે રાગ દ્વેષ અજ્ઞાન થકી, તવ શરણું મુજ મળે ભાભવ એવી શ્રદ્ધા જાય ટકી.
[૨૦] અનંત સુખની શીતલ છાંયડી મૂકી ભાગ્યે હું ભવને, અનંત દુ:ખની વાટ મેં લીધી શું કહું પ્રભુજી હુને, કરુણ સાગર હે વીતરાગી માગું એક જ તારી કને, ભવભવ તારુ શરણું લેજે ભવસાગરથી તાર મને.
[પર૧] મુક્તિ દાયક બિરૂદ છે તારું મુક્તિ સુખડા ને આપે, અભયદાતા છે. સહુ જગના અભયદાન તમે આપો, ત્રણ ભુવનના સ્વામી પ્રભુજી આણું તારી શિર ધરું, અર્પે એવી શક્તિ મુજને ભવભવના દુખડા ટાળું..
[પર૨] તુજ વાણીના પ્રભાવથી સૌ વૈરભાવ ભૂલી જતા, શત્રુતાને દૂર કરીને મિત્રતા પ્રગટાવતાં, એક્તાથી અમી સુધારસ કર્ણપટ પર ધારતા, કઠીન કાળા કર્મો જે ક્ષણ વાર સૌ દૂર થતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org