________________
સામાન્ય જિન સ્તુતિ
[ ૧૦૫ [૧૩] સવૈરાગ્ય રસે રસિક થઈને દીક્ષેચ્છુ કયારે થશું, ને દીક્ષા ગ્રહવા મુનીશ્વર કને ક્યારે સુભાગ્યે જશું, સેવા શ્રી ગુરૂદેવની કરી કા સિદ્ધાંતે શિખશું, ને વ્યાખ્યા વડે સમસ્ત જનને ક્યારે પ્રતિબેધશું.
[૧૪] ગામે કે વિજને સુરેન્દ્ર ભવને, ને ઝુંપડે કયે સમે, સ્ત્રીમાં ને શબમાં સમાન મતિને કયારે ધરિશું અમે, સપે કે મણિમાળામાં કુસુમની શય્યા તથા ધૂળમાં, કયારે તુલ્ય થશું પ્રફુલ્લિત મને શત્રુ અને મિત્રમાં.
[૧૫] ગાભ્યાસ રસાયણે હૃદયને રંગી અસંગી બની, ક્યારે અસ્થિરતા ત્યજી શરીરને, વાણી તથા ચિત્તની, આત્માનંદ અપૂર્વ અમૃત રસે હાઈ થશું નિર્મળા, ને સંસાર સમુદ્રના વમળથી ક્યારે થશું વેગળા.
[૧૬] હે વીતરાગ પ્રભુજી તારી, સેવા ભવભવ મુજ મળશે, શાસન પણ તારું મને મળજો કર્મ સમૂહ મારા ટળજે, શરણું તારું સાચું જગમાં તે પણ પ્રભુ મુજને મળજે, સમાધિ સદગતિ પ્રાંતે સિદ્ધિ ભવ ફેરા મારા ટળજે.
૫૧૭]. શુદ્ધ નિરંજન પૂર્ણાનંદી, અલખ અગેચર અવિકારી, આવ્યો છું દાદા તુજ શરણે બેધિબીજ ઘો સુખકારી, પર પરિણતમાં હું પ્રભુ ભમી, કાળ અનંતો બહુભારી, દેહાધ્યાસથી છોડાવવાને આપ મલ્યા છે ઉપકારી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org