________________
૧૦૦ ]
વીતરાગ સ્તુતિ સંચય
[૪૮૮] દયાસિંધુ દયાસિંધુ દયા કરજે દયા કરજે, મને આ જંજીરોમાંથી હવે જલદી છુટા કરજે, નથી આ તાપ સહેવાતે ભભૂકી કર્મની જવાળા, વરસાવી પ્રેમની ધારા હૃદયની આગ બુઝવજે.
[૪૮૯] મોહની માયા કરી છાયા તમારી નવિ લહી, કાયા મે પાપે ભરી પણ પુન્ય કરણ નવિ કરી, સુકૃતની અનુમોદના દુષ્કત ગહ નવિ કરી, કુગુરુ તણા મેં સંગથી સદ્દગુરુ સેવા નવિ લહી.
[૪૯] વીતરાગ યાચના તુજ પાસે ભવ તુજ શાસન મળજે, સાદિ અનંત ભાગે આતમથી રાગદ્વેષ અળગા ટળજે, કાળ અનાદિ દુઃખ દેનારા કર્મો આઠ મારા બળજે. સમ્યગૂ દર્શન જ્ઞાન ચરણના જૂથ મને આવી મળજે.
[૪૯૧] આ સંસાર મહા વને ભવકૃપે ભૂલો પડી હું ભમે, અંધારૂ ઘનઘેર છે દશ-દશે તેમાં અહનશિ રમ્યા આપ એકજ તેજ રેખ ભગવંત સન્માર્ગને શોધવા, તે છોડું નવ નાથ સાથે કદિએ સંસાર પાસે જવા.
ઉત્તમ ગણું છું તેજ મનને જેહ ધ્યાવે આપને, ઉત્તમ ગણું તુજ સ્તવન કરવામાં રસિક તે જીભને, ઉત્તમ ગણું તે નયન નિરખે જે નિરતર આપને, વંદન કરી કરું પ્રાર્થના તું તાર તાર હવે મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org