________________
[૫૦]
। તેત્રીશમું શ્રી સંસ્તા૨ક પયન્ના સૂત્રનું પૂજન
ભાવ તીરથ આધાર છે, જંગમ તીરથ ચાર | થાવર તીર્થ અસંખ્યમાં, મુખ્ય શત્રુંજ્ય ગિરનાર ॥ ૧ ॥ પાદપોપ અણસણ કરી, સિદ્ધિ લહ્યા જિન સર્વ તે જિનવરની પૂજના, કરીએ મૂકી ગર્વ ॥ ૨ ॥ ગોકુલ મથુરા રે વાલા - એ દેશી
ત્રિશલા નંદન રે દેહે, રચિયે પૂજા અધિક નેહે ॥
નવ નવ ભાંતે રે કરિયે, જિમ ભવસાયર હેલે તરિયે ॥ ૧ ॥ ચેતન પ્યારા રે મહારા, જિન પૂજા કરી લહો ભવપારા II ચે૦ II
નમન કરો રે મન રંગે, ચરચો કેશર પ્રભુ નવ અંગે ॥
ફૂલની ફુટડી રે માળા, કંઠે ઠવો પંચરંગ રસાળા | ચેતન૦ | ૨ | ધૂપ દીપ મનોહાર, અક્ષત નૈવેદ્ય ફળ સુરસાળ ॥
જિનવર જગ રે શણગાર, ગાવો ગીત જ્ઞાન મનોહાર | ચેતન૦ || ૩ || દરિસણ ચરણ ને નાણ, તપ એ ચઉહા પૂજા જાણ ||
આરાધક તે રે કહીયે, પૂજા દ્વાદશ ભેદે લહિયે ॥ ચેતન૦ ॥ ૪ ॥ પાદપોપ પદ રે ધારી, વરિયા જિન ઉત્તમ શિવનારી ।।
તસ પદ પદ્મને રે વંદો, રૂપવિજય પદ લહી આણંદો II ચેતન૦ | ૫ |
→ મધુર સ્વરે ઉપરની પૂજા ભણાવવી
→ પછી થાળી ડંકો વગાડતા પ્રદક્ષિણા ક્રમે આગમ છોડ -૩૩- પાસે જવું. ત્યારે સંગીતકાર ઓરગન કે કેસીયો ઉપર જુદી જુદી તર્જ વગાડે
ૐૐ હ્રીં શ્રી સંસ્તારક પયત્ના સૂત્રાય નમો નમઃ સ્વાહા
→>
→ આ મંત્ર બોલી આગમ પધરાવો
→ પછી પૃ.૧૩ થી ૧૬ ઉપર આપેલી વિધિમુજબ દુહા અથવા મંત્ર બોલીને આગમ પૂજન કરાવવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org