________________
[૧૪] (૩) પુષ્પ પૂજા - રાગ – સારંગા તેરી યાદમે ત્રીજી સુમનસતણી, શ્રુતજ્ઞાનની પૂજા આજ સદાચાર સુગંધથી, આગમગુણ ગવાય આગમ પંથ લહ્યા વિના, રઝળ્યો હું સંસાર સેવો આગમ શ્રુતને, ટાળો ભવ જંજાળ. ૐૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય શ્રીમતે જિન આગમાય પુષ્પ યજામહે સ્વાહા
૨૭-ડંકા રૂપથાળી વગાડી - યંત્ર તથા આગમ ઉપર પુષ્પ પૂજા કરાવવી.
(૪) ધૂપપૂજા રાગ-મહેંદી તે વાવી
ચોથી રે પૂજા ધૂપની રે પવયણ પૂજના સાર રે (પૂજા ધૂપની) કુમતિ કુગંધિ મિટી ગઈ રે પ્રગટ્યું આતમજ્ઞાન રે (પૂજા ધૂપની) પઘટા પ્રગટાવી એ રે ભાવ ધરીને વિવેક રે (પૂજા ધૂપની) આગમ શ્રુતને પૂજતા રે પામીયે કેવળ છેક રે (પૂજા ધૂપની) ૐૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુ નિવારણાય શ્રીમતે જિન આગમાય ધૂપં યજામહે સ્વાહા ૨૭-ડંકા રૂપ વાળી વગાડી –ધૂપથી અગ્રપૂજા કરવી.
-
(૫) દીપ પૂજા - રાગ - અય માલિક તેરે જ્ઞાનાવરણીય તિમિરને, નિવારવા છે દીપમાળ પૂજા આગમની, કીજે ભાવ થકી, પ્રગટે તિહાં જ્ઞાન વિશાળ શ્રુત જ્ઞાનાવરણીય તણો, પ્રભુ તું છે નિવારણ હાર અંધકાર હરી, કીધા શ્રુતકેવલી, દીધી ત્રીપદી રે ગણધાર ૐૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય શ્રીમતે જિન આગમાય દીપં યજામહે સ્વાહા
૨૭-ડંકા રૂપ થાળી વગાડી - યંત્ર સામે ફાનસવાળા દીપકથી અને આગમ પધરાવ્યા હોય ત્યાં દીપક પધરાવી અગ્ર પૂજા કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org