________________
(૬) અક્ષત પૂજા - રાગ - તમે કિયા તે ગામના ગોરી રાજ અક્ષત પૂજા કરીએ આજ આગમનો રસ પીજીયેજી અક્ષત પદને પામીએ આજ આગમનો રસ પીજીયેજી આગમની વાણી સુણીયે આજ આગમનો રસ પીજીયેજી મને પ્રગટે પરમાનંદ આજ આગમનો રસપીજીયેજી 36 હ્રીં શ્રીં પરમપુરુષાયપરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય
શ્રીમતે જિન આગમાય અક્ષતં યજામહે સ્વાહા ૨૭-ડંકા રૂપથાળી વગાડી આગમ-તથા યંત્રને ચોખાથી વધાવો
(૭) નૈવેદ્યપૂજા- રાગ-મારી એક તમના છે નૈવેદ્યપૂજા સાતમી (એ) સાત ગતિ અપહાર સાતરાજ ઉર્ધ્વ જઈને વરીએ પદ અણાહાર એ પિસ્તાલીશ કહ્યા આગમ જિન મત મોઝાર મનુજ જન્મ પામી કરી રે ભક્તિ કરો નિરધાર ૐ હ્રીં શ્રીં પરમપુરષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય
- શ્રીમતે જિનઆગમાયાનૈવેદ્ય યજામહે સ્વાહા ૨૭-ડંકારૂપ થાળી વગાડી મંત્ર ઉપર, માંડલામાં તથા આગમ સામે અક્ષત ઉપરનૈવેદ્ય ચઢાવવું.
(૮) ફળ પૂજા - રાગ - એક દો તીન જ્ઞાનાચારે વરતતાં, જ્ઞાન લહે નરનાર જિન આગમને પૂજતાં ફળથી ફળ નિર્ધાર કેવળનાણ લહી કરી પામી અંતરઝાણ
શૈલેષી કરણે કરી (ર) પામો અવિચળ ઠાણ ૐ હ્રીં શ્રીં પરમપુરૂષાયપરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય
શ્રીમતે જિન આગમાય ફલ યજામહે સ્વાહા૨૭-ડંકા રૂપ થાળી વગાડી યંત્ર ઉપર, માંડલામાં તથા આગમ સામે અક્ષત ઉપર ફળ ચઢાવવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org