________________
[૧૩] આ રીતે પૂજા ભણાઈ ગયા બાદ સંગીતકારને કેસીયો કે ઓરગન ઉપર કોઈ ટ્યુન વગાડવા જણાવવું, તે ટ્યુન ચાલુ હોય ત્યારે. થાળી વગાડતા એક ભાઈ આગળ ચાલે તેની પાછળ-પાછળ પ્રદક્ષિણા પદ્ધતિથી ક્રમશઃ આગમ ના થાળવાળા, વાસક્ષેપ, પછી પુષ્પ, પછી ધૂપ, પછી દીપ, પછી અક્ષત, પછી, નૈવેદ્ય,પછી ફળ, પછી આભુષણ સુધીની થાળીવાળા એક-એકની પાછળ ચાલતા ચાલતા આગમ છોડ- ૧- “આયારો” પાસે જઈને ઊભા રહે.
- ૐ હ્રીં શ્રી આચારા સૂત્રાય નમો નમ: સ્વાહા એ પ્રમાણે બોલી આગમ મંડપમાં પહેલા છોડની નીચે રાખેલ સાપડા ઉપર પહેલું આગમસૂત્ર (આયારો) પધરાવે. ત્યાર બાદ અષ્ટપ્રકારી પૂજન શરૂ થાય.
પૂજન કઈ રીતે કરવું તેની સુચનાઓ
(૧) જલપૂજા નો દુહો - ઢાળ - ગરબાનો હે જિન આગમની પહેલી પૂજના, મારી સહીયરો રે હે શ્રુત જ્ઞાનનો અભિષેક કરાવું, હે મારી બેનડીયું રે હે પ્રભુ સમ્યગુ જ્ઞાનને પામવા, મારી સહીયારો રે હે મારા મનડાનો મેલ ધોવડાવું, રે મારી બેનડીયું રે
ચલતીમાં નીચેનો શ્લોક બોલવો. 38 હીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય
શ્રીમતે જિન આગમાય જલં યજામહે સ્વાહા
આ શ્લોક બોલીને ૨૭-ડંકા રૂપથાળી વગાડી યંત્ર ઉપર તથા ગણધરપ્રતિમાજીનો જલથી અભિષેક કરી અંગ લુંછણું કરો.
(૨) ચંદન, વાસક્ષેપ પૂજા- ઢાળ- ટીલડીરે હે જિન આગમની પૂજના (ર) પૂજો ઘસી કેસર બરાસ આત્મ શીતલ કરવા ભણી (ર) સેવો શ્રુત સુખ ધામ રે હે જિન આગમની પૂજના (બોલો) જિન આગમની પૂજના રે ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ જરામૃત્યુ નિવારણાય શ્રીમતે જિન આગમાય ચંદનં યજામહે સ્વાહા
ર૭-ડંકા રૂપ થાળી વગાડવી યંત્ર ઉપર કેસરથી અને આગમ ઉપર વાસક્ષેપથી પૂજા કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org