________________
(૧૨૦)
વિધિસંગ્રહ-૧-(પાતરાં કરાવવાનો વિધિ)
* પાતરાં કરવાનો વિધિ. (સંઘટ્ટો લેવાની વિધિ) *
પ્રથમ છ ઘડીની પોરિસિ મુહપત્તિ પડિલેહીને, કાજો લઇને એકતારીયું, અથવા ખભાવાળી અડધી કાંબળી પાથરીને, મહાનિશીથવાળાના પડિલેહેલા સ્થાપનાચાર્ય ખુલ્લા મુકીને, પાતરાં લોટ વિગેરે છોડવાં, બધું છોડી રહ્યા પછી—
પોરસી ભણાવીને અને પોરસી ભણાવી હોય તો ઇરીયાવહી કરીને પાતરાં, ઝોળી, લોટ વિગેરે ઉપકરણો પચીસ પચીસ બોલથી પડિલેહવાં. જો ચોમાસુ હોય તો કાજો લઈ પછી પચ્ચખ્ખાણ પારવાનો વખત થાય એટલે પચ્ચખ્ખાણ પારી, સત્તર ગાથા ગણી જવી. પછી પાલીની કાંબળી અથવા એકતારી આસન ઉપર સંઘટ્ટો લેવાનાં પાતરાં તથા કપડો કાંબળી લોટ વિગેરે પરસ્પર અડકે નહી તેવી રીતે ગોઠવવાં, દાંડો ડાભે પડખે મૂકવો.
પછી સ્થાપનાજી ખુલ્લા કરી, છરીયાવહી પડિક્કમિ પછી ખમાજ દેઈ ઇચ્છાઇ સંદિસહ ભાતપાણી સંઘટ્ટે આઉત્તવાણયે કપડો, કાંબળી, ઝોલી, પાતરાં, તરપણી, લોટ કરવા મુહપત્તિ પડિલેહું ? ઇચ્છું, કહી ઉભા પગે બેસીને મુહપત્તિ પડિલેહવી.
પછી ઓઘા ઉપર મુહપત્તિ શરીરને સ્પર્શે તેવી રીતે રાખવી અને સંઘટ્ટામાં લેવાની દરેક વસ્તુ ૨૫, ૨૫, બોલ ત્રણ વખત એટલે ૭૫ બોલથી પુંજીને શરીરને અથવા ઓઘાને અડકતાં રાખવાં, ફક્ત દાંડો, દોરા; દશ દશ બોલ હોવાથી તેના ત્રીશ બોલ કરવા.
પછી તર૫ણીને દોરા નાંખવા, ઝોળીને ગાંઠો દેવી, ઝોળીને એક ગાંઠ દેઇ અંદર ઢાંકણું અથવા પાતારાં મૂકી બીજી ગાંઠ દેવી. ઇરીયાવહી પડિક્કમિ પછી બાકીનું સંઘટ્ટામાં લેવાનું રહ્યું હોય તો લેવું, નહીંતર છેવટે દાંડાના ત્રીશ બોલ કરીને, દાંડો લેઇ ઉભા થવું ને દાંડો ડાબા પગના અંગુઠા ઉપર અને ડાબા હાથના અંગુઠા ઉપર ટેકવીને દાંડા સામે જમણો હાથ રાખી એક નવકાર ગણી દાંડો થાપવો.
Jain Education International
પછી ઉભા ઉભા આદેશ માગવા ખમા દેઈ ઈચ્છા સંદિસહ સંઘટ્ટો સંદિસાઉં ? ઇચ્છું. ખમાળ દઈ ઇચ્છા∞ સંદિ· સંઘટ્ટો લેઉં ? ઇચ્છું,
For Private & Personal Use Only
www.jainelibrary.org