________________
(૧૧૬)
વિધિસંગ્રહ-૧-(સઝાય પઠાવવાનો વિધિ) એક કાલગ્રહણ હોય તો અનુષ્ઠાન પહેલાં એક સક્ઝાય ને અનુષ્ઠાન પછી બે સક્ઝાય ને પછી ત્રણ ત્રણ પાટલી કરવી.
બે કાલગ્રહણ હોય તો અનુષ્ઠાનની ક્રિયા પહેલાં બે સક્ઝાય પછી અનુષ્ઠાનની ક્રિયા પછી એક સક્ઝાય પઠાવવી અને ત્રણ પાટલી કરવી પછી બે સક્ઝાય અને બે પાટલી કરવી.
બંને સાથે પઠાવવી હોય તો બેસણે ઠાઉં ? સુધી આદેશ માગી.
પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ મુહપત્તિ પડિલેહું ?ઇચ્છે, કહી મુહપત્તિ પડિલેહી, પછી વાંદણાં વિગેરે ઉપર પ્રમાણે યાવત્ અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં કહી જમણો હાથ સવળો રાખી નવકારથી ઉથાપવી.
૨. પાટલી કરવી હોય ત્યારે સૌ સૌની જુદી પાટલી જોઇએ પણ સક્ઝાય પઠાવવામાં સામુદાયિક એક પાટલી ચાલે પણ સક્ઝાય પઠાવનારની કે કોઇપણ યોગીની સઝાય પઠાવતાં, સક્ઝાય જાય તો બીજી જુદી પાટલી થાપી સઝાય પઠાવે બાકીના ચાલુ પાટલીથી જ સક્ઝાય પૂરી પઠાવી શકે.
* કાલમાંડલા (પાટલી)ની વિધિ. * કાલગ્રહણની ક્રિયા કર્યા પછી સઝાય પઠાવવી પછી પાટલી કરવામાં આવે છે તેની વિધિ
પ્રથમ સ્થાપનાજી ખુલ્લા કરી પાટલી છૂટી કરી નીચે પ્રમાણે ગોઠવવી. પહેલા પાટલી તેની આગળ મુહપત્તિ પછી પાટલીની આજુબાજુ બે દાંડી પછી તગડી મુકવી.
પછી ઇરિયાવહિયં પડિક્કમિ હાથ પુંજી, પાટલી પુંજી, પચીસ બોલથી ઓવાથી પડિલેહી મુકવી, પછી હાથપુંજી, મુહપત્તિ પુજી, ૨૫ બોલથી પડિલેહી પાટલી પુંજીને તેની ઉપર મુકવી.
પછી હાથ પુંજી, દાંડી પુંજી, દાંડી લેવી, તે દશ બોલથી પડિલેહી, પાટલી ઉંચેથી પુંજીને તેના ઉપર મુકવી. પછી બીજી દાંડી પણ તે પ્રમાણે કરી પાટલી ઉપર મુકવી, પછી તગડી ચાર બોલથી પડિલેહી હલે નહિ તેવી રીતે ગોઠવવી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org