SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ જો પાટલી ન હલતી હોય તો પાટલીની નીચે મુકવી. પછી બેઠાં ઉભા એક એક નવકારથી પાટલી થાપે, પછી, ખમાઇ ઇચ્છાકારેણ સંદિસહ મુહપત્તિ પડિલેહુ? ઈચ્છે, કહી મુહપત્તિ ૫૦ બોલથી પડિલેહી. પછી મુપત્તિથી સામેની ડાબી બાજુની જગ્યા પુંજી, ડાબો હાથ પુંજી, ડાબો હાથ ઉભો રહે તેમ જમીન પર સ્થાપે. પછી મુહપત્તિથી કમ્મર પંજી મુહપત્તિ કમ્મરે ખોસે પછી ઓઘાથી સાથળને પેઢુ વચ્ચેનો ભાગ પુંજી પછી ત્યાં ઓઘો મુકે. પછી ઓઘા ઉપર અવળાને સવળા ત્રણ ત્રણ વખત એટલે બન્ને થઇને છ વખત હાથ પુંજીને ડાબા હાથની જોડે ગોઠવી કાલમાંડલાં કરે. કાલમાંડલામાં (પહેલાં નાક પછી જમણો કાન પછી ડાબો કાન અને ત્રણ વખત હાથના બે અંગુઠા અડકાડે તેનું નામ કાલમાંડલું કહેવાય ને એવા કાલમાંડલા ત્રણ વખત કરે ત્યારે નવ થાય.) પછી જમીન પર જે હાથ ઉભો છે તે જમીન પર અડકે તેવી રીતે એક વખત અને બીજી વખત હાથ જોડે હાથ એમ, હાથ ત્રણ વખત કરે એટલે છ વખત થાય, પણ તેમાં હાથ જમીનથી ઉપડવો જોઇએ નહિ. તે કર્યા પછી જમણો હાથ ઉપાડી પૂર્વે બતાવ્યા પ્રમાણે ઘા પર છ વખત પુંજી પાછો થાપે એમ પૂર્વે બતાવ્યા પ્રમાણે ત્રણ વખત કરે એટલે છેવટે ત્રીજી વખતના જમીન પરના છ વખત થાય. પછી જમણા હાથે ઓવો લઈ ડાબો હાથ જે સ્થાપન કરેલો છે તેની વચ્ચેની જગ્યાએ ડાબા પગનો ઢીંચણ થાપે અને ડાબો હાથ ઉપાડે. પછી પાટલી ઓઘાથી પુંજી પાટલી પરની દાંડી ડાબા હાથથી લઈ, દશ બોલથી પડિલેહી કેડ પુંજી દાંડી કેડે ખોસે. પછી મુહપત્તિ વાળી કેડ ને મુહપત્તિ પુંજી મુહપત્તિ કેડેથી કાઢીને ૫૦ બોલથી પડિલેહી જમીન પુંજી ડાબો હાથ પુંજી ડાબો હાથ થાપે. (૧૧૭) વિધિસંગ્રહ-૧-(કાઠમાંડલા (પાટલી)ની વિધિ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005162
Book TitleVidhi Sangraha
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy