SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ so કાલલોક-સર્ગ ૩૨ मातुलिंगाक्षसूत्राट्या-पसव्यकरयामलः । नकुलांकुशयुग्वाम-करयुग्मश्चतुर्भुजः ॥ ३८७ ।। ईश्वराख्यो यक्षराजः श्यामांगो गजवाहनः । अभिनंदनभक्तानां करोति कुशलं सदा ॥ ३८८ ॥ बिभ्रती वरदं पाश-मपसव्ये करद्वये । वामे नागांकुशौश्याम-कायकांतिश्चतुर्भुजा ॥ ३८९ ॥ पद्मासना सुरी काली नाम्ना धाम्नातिभासुरा । वितनोति श्रियां नंदि-मभिनंदसेविनां ॥ ३९० ॥ इति श्रीअभिनंदनः । विजये पुष्कलावत्यां धातकीखंडमंडने । प्राग्विदेहेषु विदिता नगरी पुंडरीकिणी ।। ३९१ ।। एवं श्रीवासुपूज्यांता जिना अष्टौ विचक्षणैः । उत्पन्नाः प्राग्विदेहेषु ज्ञेयाः प्राक्तनजन्मनि ॥ ३९२ ॥ अभूदतिबलस्तत्र राजा स्वीकृत्य स व्रतं । सीमंधरगुरोः पार्वे जयंते निर्जरोऽभवत् ॥ ३९३ ॥ માતુલિંગ અને અક્ષસૂત્ર જેના જમણા હાથમાં છે તથા નકુળ અને અંકુશ જેના ડાબા હાથમાં છે, એવો ચાર ભુજાવાળો, ઈશ્વર નામનો, શ્યામ અંગવાળો અને ગજના વાહનવાળો યક્ષરાજ થયો કે જે શ્રી અભિનંદન સ્વામીના ભક્તોને નિંરતર કુશલ કરે છે. ૩૮૭-૩૮૮. જમણા બે હાથમાં વરદ અને પાશ તથા ડાબા બે હાથમાં નાગ અને અંકુશને ધારણ કરનારી, ચાર ભુજાવાળી, શ્યામ કાંતિવાળી, પદ્મના આસનવાળી, નામથી કાળી પરંતુ તેજવડે અતિ ચમકતી, તે અભિનંદન સ્વામીના સેવકોની લક્ષ્મીને નિરંતર વિસ્તારે છે. ૩૮૯-૩૯૦. ઈતિ અભિનંદન સુમતિનાથ વર્ણન - ધાતકીખંડના મંડનભૂત પૂર્વમહાવિદેહમાં પુષ્કળાવતી વિજયમાં પુંડરીકિણી નામની નગરી છે. ૩૯૧. અહીં સુમતિનાથથી વાસુપૂજ્ય સુધીના આઠ તીર્થકરો પૂર્વજન્મમાં પૂર્વમહાવિદેહમાં ઉત્પન્ન થયેલા હતા એમ વિચક્ષણોએ જાણવું. ૩૯૨. તે નગરીમાં અતિબળ નામે રાજા હતા. તેણે સીમંધર ગુરૂની પાસે ચારિત્ર અંગીકાર કર્યું, અને મૃત્યુ પામીને જયંત વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ૩૯૩. ત્યાં તેત્રીશ સાગરોપમનું આયુષ્ય ભોગવીને કોશળ નામના દેશમાં, સાકેત નામના નગરમાં, મેઘ નામના રાજાની મંગળા નામની રાણીની કુક્ષિમાં પુત્રપણે, કૌંચના લાંછનવાળા પાંચમા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy