________________
અભિનંદન સ્વામીનું વર્ણન
त्रिनेत्रस्त्रिमुखः श्याम-वर्णो बर्हिणवाहनः । षड्भुजस्त्रिमुखो जीया-त्रिमुखो नाम यक्षराट् ॥ ३६४ ।। वरदं चाक्षसूत्रं च दक्षिणे करयामले । वामे फलं चाभयं च दधानेति चतुर्भुजा ॥ ३६५ ॥ दुरितारिौरवर्णा कल्याणं मेषवाहना । सदा ददाति भव्यानां संभवप्रभुसेविनां ॥ ३६६ ॥ इति श्रीसंभवः । जंबूद्वीपे प्राग्विदेहे विजयो मंगलावती । तत्र रत्नसंचयायां पुर्यां राजा महाबलः ॥ ३६७ ।। स चादाय परिव्रज्यां गुरोविमलवाहनात् । जयंतेऽभूत्रयस्त्रिंश-त्पयोधिस्थितिकः सुरः ॥ ३६८ ॥ ततोऽयोध्यामहापुर्यां देशे कोशलनामनि ।। सिद्धार्थासंवरक्ष्माभृ-त्सुतोऽभूदभिनंदनः ॥ ३६९ ॥ शुक्ल चतुर्थी वैशाखे माघे शुक्ला द्वितीयिका । शुक्लैव द्वादशी माघे पौष शुक्ला चतुर्दशी ॥ ३७० ॥ शुक्लाष्टमी च वैशाखे कल्याणतिथयः प्रभोः । चतुर्पु धिष्ण्यमादित्यं, पंचमे पुष्यमेव च ॥ ३७१ ॥
ધારણ કરનારી. ચાર ભુજાવાળી. ગૌરવર્ણવાળી. મેષના વાહનવાળી, દુરિતારિ નામની દેવી. સંભવ પ્રભુની સેવા કરનારાઓનું નિરંતર કલ્યાણ કરે છે. ૩૬૫-૩૬૬, ઇતિ શ્રી સંભવ !
શ્રી અભિનંદસ્વામીનું વર્ણન - આ જંબૂદ્વીપના પૂર્વમહાવિદેહમાં મંગળાવતી વિજયમાં, રત્નસંચયા નામની નગરીમાં,મહાબળ નામે રાજા થયા હતા. ૩૬૭.
તેઓ વિમળવાહન નામના ગુરૂપાસે પ્રવજ્યા અંગીકાર કરી, કાળ કરીને જયંત નામના અનુત્તર વિમાનમાં ૩૩ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા. ૩૬૮.
ત્યાંથી આવીને કોશળ દેશમાં અયોધ્યા નામની મહાનગરીમાં સંવર રાજા અને સિદ્ધાર્થ નામની રાણીના પુત્ર અભિનંદન થયા. ૩૬૯.
વૈશાખ સુદ ૪, મહા સુદ ૨, મહા સુદ ૧૨, પોષ સુદ ૧૪ અને વૈશાખ સુદ ૮ આ પાંચ તેમના કલ્યાણકની તિથિઓ છે. ચાર કલ્યાણકો અભિચિ નક્ષત્રમાં અને પાંચમું પુષ્ય નક્ષત્રમાં tej. उ७०-३७१.
અહીં આવશ્યકસૂત્રમાં તો પોષ માસમાં વદ પક્ષની ચતુર્દશી અને અભિચિ નક્ષત્ર અભિનંદસ્વામીનો જ્ઞાનકલ્યાણકનો દિવસ દેખાય છે. આ શુદ્ધ ચતુર્દશી જ હશે એમ ન કહેવું કેમકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org