SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ સંભવનાથ ભગવાનનું વર્ણન ऊनैः षष्ट्या पूर्वलक्षै-स्त्रिंशता लक्षकोटिभिः । वार्थीनां श्रीमदजित-निर्वाणाच्छंभवोऽभवत् ॥ ३४९ ॥ युक्ताः षष्ट्या पूर्वलक्षै-विंशतिर्लक्षकोटयः ।। तुर्यारकस्याशिष्यंत वार्डीनां प्रभुजन्मनि ॥ ३५० ॥ सर्वेषामर्हतां जन्म-न्युक्तस्तुर्यारकस्य वः । शेषः स स्वायुषा हीनः शेषो भवति निर्वृतौ ॥ ३५१ ॥ स्वाम्यभूत्संभवो नाम्ना सुभातिशयसंभवात् । उत्पन्ने वा प्रभौ भूमौ भूरिझस्यसमुद्भवात् ॥ ३५२ ॥ पूर्वलक्षाः पंचदश कुमारत्वेऽवसत्प्रभुः । राज्ये चतुश्चत्वारिंश-चतुःपूर्वांगसाधिकाः ॥ ३५३ ॥ धनुःशतानि चत्वारि स्युः प्रभोर्वपुरुच्छ्रये । सिद्धार्था शिबिकाब्दानि छाग्रस्थ्येऽस्य चतुर्दश ॥ ३५४ ॥ सुरेंद्रदत्तः श्रावस्त्यां दाता प्रथमपारणे । तले सालतरोनिं प्रादुरासास्य पंचमं ॥ ३५५ ।। શ્રી અજિતનાથભગવાનના નિવણથી સાઈઠ લાખ પૂર્વ ન્યૂન ત્રીશ લાખ ક્રોડ સાગરોપમ વ્યતીત થયા ત્યારે શ્રી સંભવનાથ ભગવાન ગર્ભમાં આવ્યા. ૩૪૯. તે વખતે ચોથા આરાના વીશ લાખ ક્રોડ સાગરોપમ અને સાઈઠ લાખ પૂર્વ બાકી હતા. ૩૫૦. સર્વ અરિહંતોના જન્મ સમયે ચોથો આરો જેટલો બાકી રહે તેમાં તેમનું આયુષ્ય બાદ કરીએ તો તેટલો તેમના નિવાણ પછી બાકી રહે. ૩૫૧. શુભાતિશયના સંભવથી અથવા પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારથી ભૂમિમાં ઘણું ધાન્ય ઉત્પન્ન થવાથી, પ્રભુનું નામ સંભવનાથ પાડવામાં આવ્યું. ૩૫૨. . પંદર લાખ પૂર્વ કુમારાવસ્થામાં વ્યતીત થયા અને ચાર પૂંવગ યુક્ત ૪૪ લાખ પૂર્વ રાજ્યની પ્રતિપાલના કરી. ૩પ૩. પ્રભુનું શરીર ૪૦૦ ધનુષ્ય ઉંચું હતું. દીક્ષા અવસરે સિદ્ધાથી નામની શિબિકા હતી. અને પ્રભુ છદ્મસ્થપણામાં ચૌદ વર્ષ રહ્યા હતા. ૩પ૪. પ્રથમ પારણું શ્રાવસ્તીમાં જ સુરેંદ્રદત્તને ત્યાં કર્યું હતું અને સાલ વૃક્ષની નીચે કેવળજ્ઞાન પ્રગટ થયું હતું. ૩પપ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy