________________
૩૫૪
ભાવલોક સર્ગ - ૩૬ तथोक्तं कर्मग्रंथवृत्त-एषामेव चतुर्गणांमध्ये ऽनिवृत्तिबादरसूक्ष्मसंपरायगुणस्थानकद्धयवर्त्तिनोऽप्यौपशमिकचारित्रस्य शास्त्रांतरे प्रतिपादनादौपशमिकचारित्रप्रक्षेपेत्र पंचम इति.
तथोपशांत मोहेऽपि चत्वारः पंच वा स्मृताः । पंच क्षायिकसम्यकत्व-भृतोऽन्यस्य चतुष्टयं ॥ १५५ ॥ चत्वारोऽपूर्वकरणे क्षीणमोहे च ते स्मृताः । त्रयस्तु पूर्ववन्मिश्रौ-दयिकपारिणामिकाः ॥ १५६ ॥ सम्यकत्वं क्षायिकं क्षीणमोहे भावस्तुरीयकः । क्षायिकं वौपशमिक-मपूर्वकरणे पुनः ॥ १५७ ॥ मिथ्यादृष्टौ तथा सास्वा-दने मिश्रगुणेऽपि च । सयोगिकेवल्याख्ये चाऽयोगिकेवलिसंज्ञके ।। १५८ ॥ पंचस्वमीषु प्रत्येकं त्रयो भावा उदाहृताः । તત્રાત્રિત મિશ્રી વિપરિનિરાઃ | ૧૧૬ | अत्यद्वये त्वौदयिकक्षायिकपारिणामिकाः । ज्ञानादि क्षायिकं शेषौ गतिजीवत्वगोचरौ ॥ १६० ॥
ઔપથમિક વધે છે. આ બે ગુણઠાણે તે પ્રમાણે હોવાનું શાસ્ત્રાંતમાં પણ કહ્યું છે. ૧૫૪.
શ્રી કર્મગ્રંથવૃત્તિમાં કહ્યું છે. એ ચાર ભાવમાં અનિવૃત્તિ બાદર અને સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનકવર્તી જીવોને પણ ઔપશમિક ચારિત્રનું બીજા શાસ્ત્રમાં કહેલું હોવાથી ઔપશમિક ભાવનું ચારિત્ર ઉમેરવાથી પાંચ ભાવ થાય છે.
તથા ઉપશાંતમોહ અગ્યારમે ગુણઠાણે પણ ચાર અથવા પાંચ ભાવ કહ્યા છે, તેમાં પાંચ ક્ષાયિક સમકિતીને અને બીજાને ચાર ભાવ સમજવા. ૧૫૫.
અપૂર્વકરણ-આઠમે અને ક્ષીણમોહ બારમે ચાર ભાવ કહ્યા છે, તેમાં ત્રણ તો પૂર્વવતુ ક્ષાયોપથમિક, ઔદયિક અને પારિણામિક. ૧૫૬.
ઉપરાંત બારમે ગુણઠાણે ક્ષાયિક સમકિત હોવાથી ક્ષાયિક ભાવ ચોથો સમજવો ને અપૂર્વકરણે ઔપશમિક અથવા ક્ષાયિક સમકિત હોવાથી એક ભાવ ઉમેરતાં ચાર ભાવ થાય છે. ૧૫૭. - મિથ્યાદષ્ટિ, સાસ્વાદન અને મિશ્ર એ ત્રણ ગુણઠાણે તેમજ સયોગી તેરમે અને અયોગી ચૌદમે ગુણઠાણે પાંચ ભાવો પૈકી ત્રણ ભાવ કહ્યા છે. તેમાં પ્રથમના ત્રણ ગુણઠાણે ક્ષાયોપથમિક, ઔદયિક અને પરિણામિક છે અને છેલ્લા બે ગુણઠાણે ઔદયિક, ક્ષાયિક અને પારિણામિક સમજવા. એટલે જ્ઞાનાદિ ક્ષાયિકભાવના અને ગતિ તથા જીવત્વ બીજા બે ભાવના જાણવા. ૧૫૮-૧૬૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org