________________
૩૧૨
કાલલોક-સર્ગ ૩૫ व्युत्पत्तिहेतुसत्त्वेऽपि प्रवृत्तिहेत्वभावतः । गच्छत्यपि गजाश्वादौ गोशब्दो न प्रवर्तते ॥ १९४ ।। व्युत्पत्तिहेत्वभावेऽपि गत्यभावात् स्थिते गवि । પ્રવૃત્તિદેતુસમાવાત્ શબ્દોષસી પ્રવર્તતે || 984 || तथा क्षेत्रादिभेदेषु शब्द एव प्रवर्त्तते ।।
व्युत्पत्तिहेत्वभावेऽपि प्रवृत्तिहेतुयोगतः ॥ १९६ ।। एतच्च पुद्गलपरावर्तस्वरूप प्रायः पंचसंग्रहकर्मग्रंथप्रवचनसारोद्धारसूत्रवृत्त्याद्यनुसारेण પ્રોવાં, श्रीभगवतीसूत्रद्वादशशतकचतुर्थोद्देशकवृत्तौ तु
औदारिकार्हद्रव्याणि सर्वाण्यप्येकदेहिना । अनुभूय विमुच्यते औदारिकवपुष्टया ॥ १९७ ।। कालेन यावता तावान् भवत्यौदारिकाभिधः । पुद्गलानां परावर्त इत्युक्तं तत्त्वदर्शिभिः ॥ १९८ ॥ भाव्याः शेषाः षडप्येवं विबुधैःक्रियादयः । आहारकशरीराह-पुद्गलानां त्वसंभवी ।। १९९ ॥ प्रत्येकमेते चानंत-कालचक्रमिता मताः ।
पुद्गलानामनंतत्वा-देकत्वाद्ग्राहकस्य च ॥ २०० ।। વ્યુત્પત્તિ હેતુરૂપ શબ્દ હોવા છતાં પણ પ્રવૃત્તિહેતુના અભાવથી ગજ અને અશ્વાદિમાં ગોશબ્દ પ્રવર્તતો નથી. ૧૯૪.
સ્થિર ગાયમાં વ્યુત્પત્તિ હેતુરૂપ ગતિનો અભાવ હોવા છતાં પણ પ્રવૃત્તિ હેતુરૂપ અર્થ હોવાથી ગો શબ્દ પ્રવર્તે છે. ૧૯૫.
તે જ રીતે વ્યુત્પત્તિહેતુનો અભાવ હોવા છતાં પણ પ્રવૃત્તિ હેતુના કારણે ક્ષેત્રાદિ ભેદોમાં પણ પુદ્ગલપરાવર્ત શબ્દ પ્રવર્તે છે. ૧૯૬.
આ પુદ્ગલપરાવર્તનું સ્વરૂપ પ્રાયઃ પંચસંગ્રહ, કર્મગ્રંથ, પ્રવચનસારોદ્ધારસૂત્રવૃજ્યાદિને અનુસારે કહેલ છે.
શ્રી ભગવતીસૂત્રના બારમા શતકના ચોથા ઉદ્દેશાની વૃત્તિમાં તો એમ કહ્યું છે કે “ઔદારિક યોગ્ય સર્વ દ્રવ્યો એક જીવ ઔદારિકશરીરપણે અનુભવીને જેટલા કાલે મૂકે તેટલા કાલનું દારિક નામનું પુદ્ગલપરાવર્ત થાય, એમ તત્ત્વદર્શીઓએ કહ્યું છે. ૧૯૭-૧૯૮.
બાકીના છ વૈક્રિયાદિક પુદ્ગલપરાવર્ત પણ વિબુધોએ તે જ પ્રમાણે ભાવવા. આહારક શરીર યોગ્ય પુદ્ગલો માટે તો અસંભવ છે. ૧૯૯.
એ પ્રત્યેક પુદ્ગલપરાવર્તા, પુગલો અનંત હોવાથી અને ગ્રાહક એક જ હોવાથી અનંત કાલચક્રપ્રમાણ કહ્યા છે. ૨૦૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org