________________
કર્મભાગનું સ્વરૂપ.
૨૯૯ प्राग्वच्च रचनांशानां सप्तट्विधबंधयोः । सर्वत्र वेद पीयांशो ज्येष्ठोऽन्येषां यथास्थिति ॥ १०२ ॥ यदा त्वेकं वेदनीयं कर्म बध्नात्यसौ तदा ।
सर्वं योगवशोपात्तं दलं तस्यैव भाव्यतां ॥ १०३ ॥ तथोक्तं पंचसंग्रहे
जं समयं जावइयाई बंधए ताण एरिसविहीए । पत्तेयं पत्तेयं भागे निव्वत्तए जीवो ॥ १०४ ॥ बध्नाति मूलप्रकृति-र्यथाल्पाल्पास्तथा तथा । प्रदेशबंधमुत्कृष्टं कुरुतेऽल्पिष्टमन्यथा ॥ १०५ ॥ न्याय्यमेतच्च खंडादे-र्यथांशः प्राप्यते महान् ।
विभाजकेषु स्तोकेषु तेषु भूयस्सु चाल्पकः ॥ १०६ ॥ आहुश्च-जह जह य अप्पपगईण बंधगो तहतहत्ति उक्कोसं ।
कुणइ पएसबंधं जहन्नयं तस्स वच्चासे ॥ १०७ ॥ इह पूर्वं कर्मयोग्य-वर्गणावर्तिनोऽणवः ।
स्वाभाविकरसाढ्याः स्यु-हेतवः सर्वकर्मणां ॥ १०८ ॥ પૂર્વે કહ્યા પ્રમાણે સાત કે છ પ્રકારની બંધની રચનાના અંશમાં વેદનીયનો અંશ સર્વથી મોટો હોય છે, તે સિવાયના બીજા કર્મોના અંશ પોતપોતાની સ્થિતિ પ્રમાણે હોય છે. ૧૦૨. - જ્યારે આ જીવ એકલું વેદનીયકર્મ જ બાંધે છે, ત્યારે યોગના કારણે ગ્રહણ કરેલ સર્વ દળ તે વેદનીયનાં જ સમજવા. ૧૦૩.
શ્રીપંચસંગ્રહમાં કહ્યું છે કે જે સમયે જેટલા કમોં બંધાય તે સમયે આ વિધિ પ્રમાણે જીવ દરેકના ભાગની વહેંચણી કરે છે. ૧૦૪.
| મૂળ પ્રકૃતિ જેમ જેમ ઓછી બંધાય, તેમ તેમ પ્રદેશબંધ ઉત્કૃષ્ટ કરે અને જેમ જેમ મૂળ પ્રકૃતિ વધારે બંધાય તેમ તેમ (ત્યારે ત્યારે) પ્રદેશબંધ ઓછામાં ઓછું કરે. ૧૦૫.
જુઓ ખંડ વિગેરેના જેમ જેમ વિભાજક (ભાગ પડાવનારે) ઓછા હોય, તેમ તેમ અંશ મોટા મળે અને ભાગ પડાવનાર વધારે હોય ત્યારે અંશ નાનો મળે એ વ્યાજબી જ છે. ૧૦૬.
કહ્યું છે કે જેમ જેમ જીવ અલ્પ પ્રકૃતિઓનો બંધક હોય, તેમ તેમ પ્રદેશબંધ ઉત્કૃષ્ટ કરે અને તેના વ્યત્યાસમાં (ફેરફારમાં વધારે પ્રકૃતિઓ બંધાતી હોય ત્યારે) જઘન્ય પ્રદેશબંધ કરે. ૧૦૭.
અહીં પ્રથમ કર્મયોગ્ય વર્ગણામાં વર્તતા અણુઓ સર્વ કર્મના હેતુભૂત સ્વાભાવિક રસવાળા હોય છે. ૧૦૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org