________________
૨૭૨
કાલલોક-સર્ગ ૩૪ गच्छन् राजगृह चंपा-नगर्याः प्रभुणोदितः ।
सुलसाया मम क्षेम-किंवदंती निरूपयेः ॥ ४०० ।। इति स्थानांगवृत्तौ. क्वचिद्धर्मलाभमवीवददिति श्रूयते.
अंबडोऽचिंतयत्पुण्य-वतीयं सुलसा सती । संदेशं संदिशत्येवं यस्यै श्रीत्रिजगद्गुरुः । ४०१ ॥ करोम्यस्याः परीक्षां च गुणस्तस्याः क ईदृशः । ध्यात्वेति गत्वा तेनोचे परिव्राड्वेषधारिणा ।। ४०२ ।। भक्त्या मे भोजनं देहि धर्मस्ते भविता महान् । ततो जगाद सा शुद्ध-सम्यक्त्वैकदृढाशया ॥ ४०३ ॥ प्रदत्त भोजन येभ्यो धर्मः संजायते महान् । विदिता एव ते भ्रातः साधवो विजितेंद्रियाः ।। ४०४ ।। सोंतरिक्षे ततः पद्मा-सनासीनो जनान् बहून् । विस्मापयामास मास-तपस्वीति जनार्चितः ॥ ४०५ ॥ लोकः पप्रच्छ भगवंस्तपः पारणयानया ।
पावयिष्यसि कं धन्यं स प्राह सुलसामिति ॥ ४०६ ।। સાંભળીને શ્રાવક થયો. ૩૯૯.
તેને ચંપાનગરીથી રાજગૃહ તરફ જતાં પ્રભુએ કહ્યું કે “સુલસાને મારા સુખશાતાના સમાચાર કહેજે.' ૪૦૦.
આ પ્રમાણે ઠાણાંગની વૃત્તિમાં કહ્યું છે. કોઈ જગ્યાએ ધર્મલાભ કહેવાનું કહ્યું એમ સંભળાય
તે સાંભળી અંબડ વિચારવા લાગ્યો કે આ સુલમાં સતી ખરેખરી પુણ્યવાનું જણાય છે કે જેને શ્રી ત્રિજગદ્ગુરુ આવો સંદેશો કહેવરાવે છે. ૪૦૧.
તો હવે હું તેની પરીક્ષા કરું કે તેના એવા ક્યા ગુણ છે ?' એમ વિચારી તેણે પરિવ્રાજકના વેષમાં તેને ત્યાં જઈને કહ્યું કે-૪૦૨.
‘ભક્તિપૂર્વક અને ભોજન આપ, તને મોટો ધર્મ થશે.” તે સાંભળીને તેણે એક શુદ્ધ સમ્યક્તના દઢ આશયથી કહ્યું. ૪૦૩.
કે- હે ભાઈ ! જેમને ભોજન દેવાથી મહાન ધર્મ થાય, તે તો વિજિતેંદ્રિય એવા સાધુઓ જ પ્રસિદ્ધ છે. ૪૦૪.
ત્યારપછી ત્યાંથી નીકળીને અંબડે, માસક્ષમણનાં તપસ્વી તરીકે, ઘણાં લોકોથી પુજાઈને અંતરિક્ષમાં પદ્માસન વાળીને અદ્ધર રહી ઘણાને વિસ્મય પમાડ્યા. ૪૦૫.
લોકોએ તેમને પૂછયું કે હે ભગવંત! આ તમારા તપના પારણાવડે તમે કોને પવિત્ર કરશો ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org