SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૯ છ આરામાં શત્રુંજયનું માન. वर्षति वैताढ्यादीना- मुपर्यपि घना अमी । तत्रस्था अपि नश्यति खेचरास्तत्पुराणि च ।। १७२ ॥ किंतु ते भूधरास्तेषां प्रासादाः शिखराणि च ।। न मनागपि भियंते शाश्वतं ह्यविनश्वरं ॥ १७३ ॥ अस्मिंश्च भरतक्षेत्रे श्री शत्रुजयपर्वतः । तत्रापि काले भविता शाश्वतप्राय एव यत् ॥ १७४ ॥ अशीतिं योजनान्येष विस्तृतः प्रथमेऽरके । द्वितीये सप्ततिं षष्टिं तृतीये कथितोऽरके ।। १७५ ॥ योजनानि च पंचाश-तुरीये पंचमे पुनः । योजनानि द्वादश स्युः सप्तहस्तास्ततोतिमे ॥ १७६ ॥ उत्सर्पिण्यां कराः सप्ता-रके ह्याद्ये द्वितीयके । योजनानि द्वादश स्यु-निमेवं परेष्वपि ॥ १७७ ।। पंचाशतं योजनानि मूले यो विस्तृतोऽभवत् । दशोपरि तथाष्टोच्चो विहरत्यादिमेऽर्हति ।। १७८ ।। ગુલ્મ, લતા, ગુચ્છ, ઔષધિ અને અનેક પ્રકારના તૃણાદિરૂપ સ્થાવરોને, વૈતાઢ્ય અને ઋષભકૂટ સિવાયના બધા પર્વતોને, ગંગા અને સિંધુ સિવાયની બીજી નદીઓને, સર્વ જલાશયોને ઈત્યાદિ સર્વ ભાવોને વિધ્વંસ કરીને ભસ્મીભૂત કરી નાખશે. ૧૬૭-૧૭૧. આ વરસાદો વૈતાઢ્યાદિ પર્વતોની ઉપર પણ વરસે છે તેથી ત્યાં રહેલા ખેચરો તેમજ તેના નગરો પણ નાશ પામે છે. ૧૭૨. માત્ર તે પર્વત અને તેના પ્રાસાદ, તેમજ શિખરો જરા પણ ભેદાતા નથી, કારણ કે તે શાશ્વત અને અવિનશ્વર છે. ૧૭૩. આ ભરતક્ષેત્રમાં શ્રી શત્રુંજય પર્વત તે કાળે પણ રહેશે. કારણ કે તે શાશ્વતપ્રાય છે. ૧૭૪. તે પર્વત પહેલે આરે ૮૦ યોજનનો, બીજે આરે ૭૦ યોજનનો, ત્રીજે આરે ૬૦ યોજનનો, ચોથે આરે ૫૦ યોજનનો, પાંચમે આરે ૧૨ યોજનાનો અને છકે આરે સાત હાથનો હોય છે. ૧૭૫-૧૭૬. ઉત્સર્પિણીમાં પહેલે આરે ૭ હાથનો, બીજે આરે ૧૨ યોજનનો એ પ્રમાણે અવસર્પિણીથી વિપર્યય માન સમજવું. ૧૭૭. શ્રીષભદેવ ભગવાન વિચરતા હતા ત્યારે (ત્રીજા આરાને છેડ) શત્રુંજય પર્વત પચાસ યોજન મૂળમાં વિસ્તારવાળો, ઉપર દશ યોજન વિસ્તારવાળો અને આઠ યોજન ઊંચો હતો. ૧૭૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy