SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૩ પંચમ આરાના જીવોનું વર્ણન. हानिः प्रत्युत वाणिज्ये दुष्कराजीविका नृणां । न च लाभेऽपि संतुष्टि-स्तृष्णा स्यादधिकाधिका ।। ५७ ।। बहवो दुर्विधा लोकाः खिचंते धनकांक्षया ।। विषयाणां तृष्णयैव पूरयंत्यखिलं जनुः ।। ५८ ।। रूपचातुर्युदारेषु निजदारेषु सत्स्वपि । परदारेषु मन्यते त्वात्मानं गुणाधिकं ॥ ५९ ॥ स्यादकिंचित्करो लोके सरलः सत्यवाग्जनः । कुटिलो वक्रवादी च प्रायः स्याज्जनतादृतः ।। ६० ॥ वेश्मवीवाहसीमंतादिषु संसारकर्मसु । ऋणं कृत्वापि वित्तानि विलसंति घना जनाः ।। ६१ ॥ चैत्योपाश्रयदेवार्चा-प्रतिष्ठाद्युत्सवेषु तु । उपदेशं न शृण्वंति शक्ता अप्येडमूकवत् ।। ६२ । श्रद्धाहानिर्द्रव्यहानि-धर्महानिर्यथाक्रमं । आयुर्हानिर्वपुर्हानिः सारहानिश्च वस्तुषु ।। ६३ ॥ ખોટા તોલ-માન-માપાદિવડે આજીવીકા ચલાવશે. ૫૬. પરંતુ એમ કરવાથી ઉલટી વેપારમાં હાનિ થશે અને મનુષ્યોને આજીવીકા દુષ્કર થશે. વળી લાભ પ્રાપ્ત થવા છતાં પણ સંતોષ થશે નહીં, ઉલટી તૃષ્ણા વધુને-વધુ વધતી જશે. પ૭. ઘણા દુભગી મનુષ્યો ધનની ઈચ્છાથી બહુ ખેદ પામશે અને વિષયોની તૃષ્ણાવડે જ આખી જીંદગી પૂરી કરશે. પ૮. રૂપ અને ચાતુરીવડે ઉદાર (શ્રેષ્ઠ) એવી સ્ત્રી હોવા છતાં પણ પરદારાગમન કરીને પોતાના આત્માને ગુણાધિક માનશે. ૫૯. લોકો સરલ અને સત્યવાદી મનુષ્યોને બહુ થોડું માન આપશે અને કુટિલ તેમજ વક્ર મનુષ્યને પ્રાયઃ વિશેષ આદર આપશે. ૬૦. ઘણા મનુષ્યો ઘર બાંધવામાં અને વિવાહ તથા સીમંતાદિ સંસારી કામમાં દેવું કરીને પણ દ્રવ્ય વાપરશે. ૬૧. અને ચૈત્ય, ઉપાશ્રય, દેવપૂજા, પ્રતિષ્ઠા ઉત્સવાદિકને વિષે દ્રવ્ય વાપરવાનો ઉપદેશ પણ સાંભળશે નહીં, તે વખતે તો શક્તિમાન હોવા છતાં પણ બકરા જેવા મુંગા બની જશે. ૬૨. આ કાળમાં અનુક્રમે શ્રદ્ધાહાનિ, દ્રવ્યહાનિ, ધર્મહાનિ, આયુહાનિ, શરીરહાનિ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy