________________
૧૨૫
કમઠે કરેલ ઉપસર્ગ.
वामेयगर्भकालेऽस्य चतुर्थस्यारकस्य च । सार्द्धाः शतास्त्रयोऽब्दाना-मवशिष्टतया स्थिताः ॥ ८९४ ॥ त्रिंशदब्दानि कौमार्ये व्रते वर्षाणि सप्ततिः । दिनानि तत्र चतुर-शीतिश्छाद्मस्थ्यमीरितं ॥ ८९५ ।। सर्वायुः शतमब्दानां विशाला शिबिका व्रते । धन्यः कोपकटग्रामे पारणां प्रथमां ददौ ।। ८९६ ॥ पंचाग्नीन् साधयन् कष्टं सासहिः कठतापसः । प्रभुणा दर्शिते सर्प प्रज्वलत्काष्ठकोटरात् ॥ ८९७ ॥ लज्जितस्तपसा तेन मेघमाली सुरोऽभवत् । ववर्षातितरां रोषा-दुपद्रोतुं जिनेश्वरं ॥ ८९८ ॥ धरणेंद्रत्वमासाद्य स सर्पो विचलासनः ।। भक्त्याच्छाद्य फणैरेन-मुपसर्ग न्यवर्तयत् ।। ८९९ ॥ ततस्त्रयोऽथवा सप्त फणा एकादशापि च । भवंति पार्श्वनाथस्ये-त्युक्तं पूर्वमहर्षिभिः ॥ ९०० ।। धातकी ज्ञानवृक्षः स्यात् श्रीपार्श्वस्य जगप्रभोः । प्रभोरष्टौ गणभृतो नामतः कीर्तयामि तान् ।। ९०१ ॥
તે વખતે એટલે પાપ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે ચોથો આરો ૩૫૦ વર્ષ બાકી રહ્યો હતો. ૮૯૪.
પાર્શ્વપ્રભુ ત્રીશ વર્ષ કુમારાવસ્થામાં રહ્યા અને ૭૦ વર્ષ શ્રમણપણે રહ્યા. કુલ ૧૦૦ વર્ષનું આયુ ભોગવ્યું. તેમાં ૮૪ દિવસો છદ્મસ્થપણામાં વ્યતીત થયા. વતાવસરે શિબિકા વિશાળા નામની હતી. પ્રભુએ પ્રથમ પારણું કોપકટ ગ્રામે ધન્યને ત્યાં કર્યું. ૮૯૫-૮૯૬.
કઠ તાપસ પંચાગ્નિને સાધતો ઘણું કષ્ટ સહન કરતો હતો. પ્રભુ સંસારીપણામાં તેની પાસે ગયેલા તે વખતે કાષ્ઠના કોટરમાં બળતો સર્પ દેખાડ્યો તેથી તે તાપસ બહુ લજ્જા પામ્યો. તે મરણ પામીને મેઘમાલી દેવ થયો. પાશ્વજિનેશ્વરે દીક્ષા લીધા પછી છદ્મસ્થાવસ્થામાં તે મેઘમાળીએ અત્યંત રોષથી તીવ્રધારાવડે વરસાદ વરસાવીને તેમને ઉપદ્રવ કર્યો. ૮૯૭-૮૯૮.
અગ્નિમાં બળતો સર્પ મરણ પામીને ધરણે થયેલો, તે આસન ચલિત થવાથી ત્યાં આવ્યો. તેણે ભક્તિવડે પ્રભુને ફણાથી આચ્છાદિત કરીને, તે ઉપસર્ગનું નિવારણ કર્યું. ૮૯૯.
તેથી ત્રણ, સાત અથવા અગ્યાર ફણા પાર્શ્વનાથની મૂર્તિ ઉપર કરવામાં આવે છે - એમ પૂર્વ મહર્ષિઓએ કહ્યું છે. ૯૦૦.
શ્રીપાર્થ જગતુ પ્રભુનું જ્ઞાનવૃક્ષ ધાતકી નામનું હતું. તેમને મુખ્ય આઠ ગણધર થયા તેના નામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org