________________
૧૨૨
કાલલોક-સર્ગ ૩૨ मातुलिंगं च परशुं बिभ्रच्चक्रं च दक्षिणे । करत्रयेऽथ नकुलं शूलं शक्ति च वामके ॥ ८७२ ॥ गोमेधयक्षस्त्रिमुखः श्यमः पुरुषवाहनः । षड्भुजो नेमिभक्तानां वितनोति समीहितं ॥ ८७३ ॥ आम्रलुंबिपाशयुक्ता-पसव्यकरयामला । પુત્રદુશવ્યપ્રવારિયુધિદ્યુતિઃ || ૮૭૪ || मृगेंद्रवाहना जात्य-स्वर्णज्योतिश्चतुर्भुजा । श्रीनेमिभक्तान् पात्यंबा-देव्यंबेव हितावहा ॥ ८७५ ॥ इति श्रीनेमिः ॥ कमठो मरुभूतिश्च द्वावभूतां सहोदरौ । ब्राह्मणौ कमठस्तत्र भ्रातुर्जायामरीरमत् ॥ ८७६ ॥ ज्ञातः कुर्वंस्तमन्यायं कदाचिन्मरुभूतिना । भूपाय ज्ञापितस्तेना-प्यन्यायीति विडंबितः ॥ ८७७ ॥ अनात्मज्ञस्ततश्चासौ भ्रातरि द्वेषमुद्वहन् । तापसोऽभूत्सोदरेण क्षम्यमाणश्च तं न्यहन् ॥ ८७८ ॥
ગોમેધ નામનો યક્ષ જમણી બાજુના ત્રણ હાથમાં માતુલિંગ, પરશુ અને ચક્ર તથા ડાબી બાજુના ત્રણ હાથમાં નકુલ, શૂળ અને શક્તિને ધારણ કરનારો, ત્રણ મુખવાળો, શ્યામવર્ણવાળો, પુરુષના વાહનવાળો અને છ ભુજાવાળો નેમિનાથના ભક્તોના વાંચ્છિત પૂરવાર થયો. ૮૭૨-૮૭૩.
અંબા નામે દેવી જમણા બે હાથમાં આમ્રકુંબી અને પાશ તથા ડાબા બે હાથમાં પુત્ર અને અંકશને ધારણ કરનારી, અધિક કાંતિવાળી. સિંહના વાહનવાળી. જાતિવંત વર્ણવાળી, ચાર ભુજાવાળી, શ્રીનેમિનાથના ભક્તને માતાની જેવી હિતાવહ અને રક્ષણ કરનારી થઈ. ૮૭૪-૮૭૫. ઇતિ શ્રીનેમિક //
શ્રી પાર્શ્વનાથભગવાનનું વર્ણન - કમઠ અને મરુભૂતિ નામે બે સહોદર બધું બ્રાહ્મણ જાતિના હતા, તેમાં કમઠ ભાઈની સ્ત્રી સાથે લુબ્ધ થયો. ૮૭૬.
આવો અન્યાય કરતા તેને એક વખત મરુભૂતિએ જાણ્યો એટલે તેણે તે હકીકત રાજાને જણાવી. રાજાએ કમઠને અન્યાયી જાણીને તેની વિડંબના કરી. (કાઢી મુક્યો). ૮૭૭.
પોતાની ભૂલને નહીં સમજનાર એવો તે ભાઈ ઉપર પ વાળો બની તાપસ થયો. તેની પાસે ક્ષમામાંગતા એવા ભાઈને તેણે હણી નાખ્યો. ૮૭૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org