________________
૧૨૦
કાલલોક-સર્ગ ૩૨
लीलया कलयामास पांचजन्ये च वादिते । त्रस्तातुराश्वेभनरा सा पुरी चुक्षुभेऽखिला ॥ ८५६ ॥ कृष्णोऽपि द्रुतमागत्य परीक्ष्य च विभोर्बलं । विषसादेति राज्यं मे सुखेनैष ग्रहीष्यति ॥ ८५७ ॥ तत आकाशवागेव-मभून्नेमिरयं जिनः । प्रव्रजिष्यति कौमार्य इत्युक्तं नमिनार्हता ।। ८५८ ॥ अभ्यर्थितो विवाहाय जलक्रीडामिषात्ततः । सांतःपुरेण कृष्णेन नर्ममर्मचटूक्तिभिः ॥ ८५९ ॥ कृते मौने भगवता सर्वैरुद्घोषितं ततः । विवाहः स्वीकृत इति न निषिद्धं हि संमतं ॥ ८६० ॥ ततः साडंबरं राजी-मत्याः कर्तुं करग्रहं । ययौ मुक्त्याप्तिसंकेत-मिव कर्तुं प्रियस्त्रियाः ॥ ८६१ ॥ ततो जन्यजनातिथ्यं कर्तुमा नियंत्रितान् । पशून् वीक्ष्य परावृत्तः स प्रावाजीद्दयामयः ॥ ८६२ ॥
ઘોડા અને મનુષ્યો ત્રાસ પામ્યા. આખી નગરી ક્ષોભાયમાન થઈ. ૮૫૫-૮૫૬.
કૃષ્ણ ઉતાવળે ત્યાં આવ્યા અને પ્રભુના બળની પરીક્ષા કરીને ખેદ પામ્યા. તેણે ધાર્યું કે “આ મારું રાજ્ય સહેલાઈથી લઈ લેશે. ૮૫૭.
તે વખતે આકાશવાણી થઈ કે આ નેમિકુમાર કૌમારાવસ્થામાં જ ચારિત્ર ગ્રહણ કરશે, એમ નમિનાથ પ્રભુ કહી ગયા છે.’ ૮૫૮.
પછી જલક્રીડાના બહાને હાસ્ય અને હોંશિયારીવાળી મર્મયુક્ત ઉક્તિવડે અંતઃપુરસહિત કૃષ્ણ વિવાહને માટે નેમિપ્રભુની પ્રાર્થના કરી. ૮૫૯.
પ્રભુ મૌન રહ્યા એટલે સૌએ ઉદ્ઘોષણા કરી કે વિવાહ સ્વીકાય.” નિષેધ ન કર્યો તે સંમત ગણાય છે.' ૮૬૦.
પછી આડંબરપૂર્વક રાજીમતીનું પાણિગ્રહણ કરવા માટે ચાલ્યા, તે જાણે પૂર્વભવોની પ્રિય પ્રિયાને મોક્ષપ્રાપ્તિનો સંકેત કરવા ગયા હોય એમ લાગ્યું. ૮૬૧.
ત્યાં જતાં માર્ગમાં જાનમાં આવનાર અતિથિઓનું આતિથ્ય કરવા માટે નિયંત્રિત કરેલા પશુઓનો આર્તસ્વર સાંભળીને દયામય એવા પ્રભુ પાછા વળ્યા અને સંયમ ગ્રહણ કર્યું. ૮૬૨.
નેમિપ્રભુએ કુમારાવસ્થામાં ત્રણ સો વર્ષ અને શ્રમણાવસ્થામાં સાત સો વર્ષ પસાર કર્યા. એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org