________________
૧૦૮
કાલલોક-સર્ગ ૩૨ मित्रैरमीभिः सदृशं करिष्यामि तपो यदि । तुल्य एव भविष्यामि तदामीभिर्भवांतरे ॥ ७६३ ॥ युग्मं ॥ ततः केनाप्युपायेन करोम्येभ्यस्तपोऽधिकं । ज्येष्ठो येन भवाम्यत्रा-मुत्राप्येभ्यस्तपोबलात् ॥ ७६४ ॥ ततो वृथा व्यथाशंसी मायया वर्द्धयंस्तपः । मुधा बबंध स्त्री धिङ्मायां स्वोपघातिनीं ॥ ७६५ ॥ अर्जितात्पदः स्थानै-विंशत्याराधितैस्ततः । मित्रैस्सह जयंतेऽभू-त्परमस्थितिकः सुरः ॥ ७६६ ॥ मिथिलायां विदेहेषु ततः कुंभमहीपतेः । कुक्षौ राज्याः प्रभावत्याः पुत्रीत्वेनोदपद्यत ।। ७६७ ।। जेत्री मोहादिमल्लानां ततो मल्लिरिति श्रुता । मातुर्वा माल्यशय्यायां दोहदात्तादृशाह्वया ॥ ७६८ ॥ चतुर्थी फाल्गुने शुक्ला मार्गे चैकादशी सिता । मार्ग एकादशी शुभ्रा मार्गे चैकादशी सिता ॥ ७६९ ॥ फाल्गुने द्वादशी शुभ्रा कल्याणकदिना अमी । चतुर्वेष्वश्विनी धिष्ण्यं भरणी पंचमे पुनः ॥ ७७० ॥
માટે કોઈપણ ઉપાયવડે તેમનાથી અધિક તપ કરું કે જેથી તે તપના પ્રભાવે આ ભવમાં અને આવતા ભવમાં પણ તેમનાથી મોટો થાઉં. ૭૬૪.
આ પ્રમાણે વિચારીને ખોટી ખોટી વ્યાધિનું બહાનું કાઢી તેમનાથી માયાવડે વિશેષ તપ કર્યું, જેથી ફોગટ સ્ત્રીવેદ બાંધ્યો. ‘આવી પોતાનો જ ઘાત કરનારી માયાને ધિકાર છે !' ૭૬પ.
તે ભવમાં વીશ સ્થાનકના આરાધનવડે અરિહંતપદ ઉપાર્જન કર્યું. છએ મિત્રો સાથે કાળધર્મ પામીને જયંત વિમાનમાં ઉત્કૃષ્ટ (૩૩ સાગરોપમ) આયુવાળો દેવ થયો. ૭૬૬.
ત્યાંથી ચ્યવીને મહાબળ રાજાનો જીવ વિદેહદેશમાં મિથિલાનગરીમાં કુંભ રાજાની પ્રભાવતી रानी मुक्षिथी पुत्री उत्पन्न प्या. ७६७.
મોહાદિ મલ્લોને જીતનાર હોવાથી તેમજ માતાને માળાની શય્યામાં સુવાનો દોહદ થવાથી મલ્લિ નામ સ્થાપન કર્યું. ૭૬૮.
ફાગણ સુદ -૪, માગસર સુદ-૧૧, માગસર સુદ-૧૧, માગસર સુદ-૧૧ અને ફાગણ સુદ-૧૨-એ પાંચ કલ્યાણકના દિવસો જાણવા. ચાર કલ્યાણકમાં અશ્વિની નક્ષત્ર અને પાંચમા ऽय!!5. A२७. नक्षत्र lu. ७६८-७७०.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org